મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ-નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબી જિલ્લામાં હોકીના જાદુગર મેજર ધ્યાનચંદની જન્મ જયંતિ-નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાશે

મોરબી જિલ્લામાં હોકીના જાદુગર એવા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જિલ્લાની શાળાઓમાં તેમજ અન્ય સ્થળોએ વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

દર વર્ષે ૨૯ ઓગસ્ટના રોજ દેશભરમાં હોકીના જાદુગર તરીકે ઓળખાતા મેજર ધ્યાનચંદની જન્મ જયંતી નિમિત્તે નેશનલ સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં ૨૯ ઓગસ્ટ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન બાળકોના શારીરિક સ્વાસ્થ્ય અને તંદુરસ્ત રાખવા તેમજ આપણી જૂની અને પરંપરાગત રમતો સાથે જોડવાના હેતુથી વિવિધ પ્રકારના આયોજનો કરવામાં આવનાર છે.

તારીખ ૨૯ ઓગસ્ટના રોજ મેજર ધ્યાનચંદને શ્રદ્ધાંજલિ, ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા તેમજ ૬૦ મિનિટ ટીમ રમતો સહિતની પ્રવૃત્તિઓ યોજાશે, ૩૦ ઓગસ્ટ ના રોજ સ્કૂલ/કોલેજ કક્ષાએ સ્પોર્ટ ડિબેટ, ફિટનેસ ટોક્સ, સ્થાનિક પરંપરાગત રમતોની સ્પર્ધાઓ સહિતની પ્રવૃત્તિઓ યોજાશે તથા ૩૧ ઓગસ્ટના રોજ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવશે.

નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉજવણી અંતર્ગત જાગૃતિ રેલી, મેરેથોન, નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ટેનિસ બોલ, ક્રિકેટ, રસ્સા ખેંચ. યોગાસન. ચેસ, એથ્લિટીક્સ અને પરંપરાગત રમતો જેવી કે, જમ્પ  રોપ. સાતોલીયુ, સંગીત ખુરશી, લંગડી, કલરીપટ્ટી, કોથળાદોડ, લીંબુ ચમચી જેવી રમતો ભુલાઈ ન જાય તે હેતુથી આ રમતોની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવશે.






Latest News