મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો


SHARE







મોરબી જલારામ મંદિરે પ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરતાં આગેવાનો

મોરબી જલારામ ધામ ખાતે દરરોજ બપોરે તથા સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવાયજ્ઞ અવિરતપણે ચલાવવામાં આવે છે ત્યારે મોરબી નગરપાલીકાના પૂર્વ ચેરમેન, શ્રી જલારામ સેવા મંડળના ઉપપ્રમુખ, શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ-મોરબીના ઉપપ્રમુખ, રઘુવંશી ક્રાંતિ મંચ-મોરબી ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી તથા મોરબી શ્રી જલારામ વેવિશાળ માહિતી કેન્દ્રના સંચાલક લોહાણા સમાજ અગ્રણી અનીલભાઈ ગોવાણી દ્વારા તેમના જન્મદીનની ઉજવણી સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી કરવામાં આવી હતી. પ્રવર્તમાન સમય માં લોકો પોતાના જન્મદીન તથા શુભ પ્રસંગોની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબીના અગ્રણીઓએ સદાવ્રતમાં સહયોગ અર્પણ કરી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે. આ તકે ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, ચિરાગભાઈ રાચ્છ, કીશોરભાઈ ચંડીભમર, પ્રતાપભાઈ ચગ, નિર્મલભાઈ જારીયા (પ્રમુખશ્રી-મોરબી જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો), સોનલબેન વસાણી (પ્રમુખ-રાજકોટ જીલ્લા ભાજપ મહિલા મોરચો) સહિતના હાજર રહ્યા હતા.






Latest News