મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રો સાથે ઝઘડો થયા બાદ સગીરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં !


SHARE







મોરબીમાં મિત્રો સાથે ઝઘડો થયા બાદ સગીરે ગળાફાંસો ખાઈ લેતા સારવારમાં !

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા સગીરને તેના મિત્રો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો ત્યારબાદ મહિલાઓનો ઝઘડો થયો હતો અને તે બાબતે લાગી આવતા 13 વર્ષના સગીરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા પરિવારના સગીર દીકરાએ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ બી.કે.દેથા દ્વારા કરવામાં આવી હતી અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સગીરને તેના મિત્રો સાથે કોઈ કારણોસર ઝઘડો થયો હતો અને ત્યારબાદ મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો જે બાબતે તેને લાગી આવતા તે સગીરે ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવાના ટીકડા પી લેતા સારવારમાં

મોરબીના સરતનપર રોડ ઉપર આવેલ કેમરોન સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા શુભલક્ષ્મી શિવપ્રસાદ ભદ્ર (26) નામની મહિલાએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતા દીક્ષાબેન નવલભાઇ દેગામા (19) નામની યુવતીએ કોઈ અગમ્ય કારણસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

ઝેરી દવા પી લેતા સારવારમાં

હળવદ તાલુકાના સુંદરગઢ ગામે રહેતા ચુરલીબેન જવાનસિંહ પરમાર (40) નામની મહિલાએ પોતે પોતાની જાતે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News