મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સોની ધરપકડ


SHARE







મોરબીની જવાહર સોસાયટીમાં ઘરમાંથી 12 બોટલ દારૂ સાથે એક શખ્સોની ધરપકડ

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાહર સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરની અંદર દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે 15,600 ની કિંમતની દારૂની બોટલો કબ્જે કરી હતી અને આરોપીની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ જવાર સોસાયટીમાં રહેતા મહેશભાઈ મકવાણાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત બી ડિવિઝન પોલીસને મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બાર બોટલ મળી આવતા પોલીસે 15,600 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી મહેશભાઈ ધનજીભાઈ મકવાણા (39) રહે. જવાહર સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યો હતો તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે

ઝેરી દવા પી લીધી

મોરબીના વાવડી ગામે આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા કાસુન્દ્રા સાગર કાંતિભાઈ નામના વ્યક્તિએ કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લેતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાન સારવારમાં

વાંકાનેર તાલુકાનાં માટેલ રોડ ઉપર આવેલ કિયાન કંપનીમાં રહેતા બલજીતસિંહ પ્યારસિંહ (44) નામનો યુવાન બાથરૂમમાં કોઈ કારણસર પડી ગયો હતો જેથી તેને ઇજા થઇ હોવાથી ઇજા પામેલ હાલતમાં તેને સારવાર માટે મોરબી લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરી હતી.






Latest News