હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઝઘડાનું સમાધાન કરવા માટે ભેગા થયેલ યુવાન સહિતના ત્રણ વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો હુમલો: છરીના આડેધડ ઘા માર્યા, જાનથી મારી નાખવાની ધમકી


SHARE











વાંકાનેરમાં ઝઘડાનું સમાધાન કરવા માટે ભેગા થયેલ યુવાન સહિતના ત્રણ વ્યક્તિ ઉપર ચાર શખ્સોનો હુમલો: છરીના આડેધડ ઘા માર્યા, જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેરના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર કેબીન પાસે ઝઘડાનું સમાધાન કરવા માટે ભેગા થયા હતા અને સમાધાન થઈ ગયા બાદ ત્યાર આવેલા ચાર શખ્સોએ કેમ અહીં ભેગા થયેલ છો તેવું કહ્યું હતું જેથી બોલાચાલી અને ઝઘડો થયો હતો ત્યારે બે શખ્સોએ યુવાન સહિતનાઓ ઉપર ચાર વડે હુમલો કર્યો હતો અને શરીરે ઇજા કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભોગ બનેલ યુવાન સહિતનાઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા માહિતી મુજબ વાંકાનેરના વીસીપરામાં રહેતા સોહિલભાઈ મહેબૂબભાઈ કટિયા (20)એ હાલમાં રમેશભાઈ રબારી, સાગર રમેશભાઈ રબારી, બંસી રમેશભાઈ રબારી અને પીન્ટુ ઉર્ફે ઠૂઠો કોળી રહે. બધા વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદી તથા ઇજા પામનાર સાહેઅહેમદભાઈ અને ઋતુરાજસિંહની દરબાર વચ્ચે ઝઘડો અને બોલાચાલી થયેલ હતી તેનું સમાધાન કરવા માટે થઈને તેઓ વીસીપરામાં સ્મશાન રોડ ઉપર ભોયાભાઈની કેબિન પાસે ભેગા થયા હતા અને ત્યારે ત્યાં સમાધાન થઈ ગયું હતું દરમિયાન આરોપીઓએ ત્યાં આવીને કેમ અહીં ભેગા થયા છો તેવું કહીને ફરિયાદી તથા ઇજા પામનારાઓને ગાળો આપી હતી અને તેની સાથે બોલાચાલી તેમજ જપાજપી કરી હતી અને ત્યાર બાદ સાગર રબારી તથા બંસી રબારીએ ફરિયાદી તથા ઇજા પામનારને પેટ, ડાબા હાથની કોણી અને આંખ પાસે છરીના આડેધડ ઘા મારીને ઇજાઓ કરી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાન સહિતના ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચાર શખ્સોની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News