મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

​​​​​​​હળવદ ખાતે પિયત સહકારી મંડળીઓની મુલાકાત લેતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા


SHARE







હળવદ ખાતે પિયત સહકારી મંડળીઓની મુલાકાત લેતા સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા

ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘ હેઠળ મોરબીમાં હળવદ તાલુકામાં વિવિધ પિયત મંડળીઓ કાર્યરત છે. આ મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લઇ તેમની સાથે વિવિધ ચર્ચાઓ કરી હતી.

મુલાકાત દરમિયાન મંત્રીએ આ વિસ્તારમાં કેટલી મંડળીઓ કાર્યરત છે, આ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે, કેટલા સભાસદો છે, ખેતી માટે પાણી ક્યાંથી લઇ આવવામાં આવે છે, કેટલા હેક્ટર વિસ્તારમાં પિયત કરી શકાય છે, આ પિયત મંડળીઓનું વાર્ષક ટર્નઓવર કેટલું છે, પાઇપલાઇન નાખવામાં કેટલો ખર્ચ થયો અને સરકાર દ્વારા ટપક સિંચાઈ પદ્વતિ માટે સરકાર દ્વારા કેટલી સહાય ચૂકવવામાં આવી વગેરે પ્રશ્નો કર્યા હતા. વધુમાં મંત્રીએ સૌને નેશનલ કોઓપરેટિવ ઓર્ગેનિક લિમિટેડ (NCOL), ભારતીય બીજ સહકારી મંડળી લિમિટેડ (BBSSL) સહિતમાં જોડાવવા પણ અનુરોધ કર્યો હતો.

નંદનવન પિયત મંડળીના સભ્ય મહેશભાઈએ મંત્રીને આ પિયત મંડળીઓના ઉદ્દેશો, તેની રચનાની પૂર્વ ભૂમિકા અને હાલ પિયત મંડળીઓ કેવી રીતે કામ કરે છે અને કેટલી મંડળીઓ કાર્યરત છે વગેરે વિશે વિગતે માહિતી આપી હતી. આ મુલાકાત દરમિયાન હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, કલેક્ટર કે.બી. ઝવેરી, ગુજરાત રાજ્ય ઉદ્ધવહન પિયત સહકારી સંઘના ચેરમેન દેવશીભાઈ સવસાણી, જિલ્લા રજિસ્ટ્રાર બી.એન.પટેલ, હળવદ મામલતદાર સહિત પદાધિકારી/ અધિકારીઓ તથા વિવિધ પિયત મંડળીઓના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.




Latest News