ગુજરાતમાં ખેડૂત આંદોલનમાં લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને યુપી પડશે: ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતનું મોરબીમાં એલાn મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામે માતાજીના મઢમાં દાન પેટી તોડીને એક લાખથી વધુની ચોરી કરનાર આરોપી ઝડપાયો, 1.45 લાખનો મુદામાલ કબ્જે


SHARE







હળવદના સમલી ગામે માતાજીના મઢમાં દાન પેટી તોડીને એક લાખથી વધુની ચોરી કરનાર આરોપી ઝડપાયો, 1.45 લાખનો મુદામાલ કબ્જે

હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટી તોડવામાં આવેલ છે અને તેમાંથી એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ હતી જેથી આધેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં 1.45 લાખના મુદામાલ સાથે પોલીસે ચોરની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરી છે.
 
મોરબીના નાની વાવડી ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ પાલાભાઈ ચીરોડીયા (52) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ હતી કે, હળવદના સમલી ગામે ફરિયાદીના ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શુક્રવારે સવારે 8:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપેલ છે અને મઢમાં દિવાલમાં ફીટ કરવામાં આવેલ દાન પેટી તોડીને તેમાં રહેલ એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં હળવદના પીઆઈ આર.ટી. વ્યાસ અને તેઓની ટીમ દ્વારા આરોપી રાજુભાઈ રામજીભાઈ ડાભી રહે. વીરપર તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરવામાં આવેલ છે અને ચોરી કરીને મેળવેલ 1,00,473 રૂપિયા તેમજ ગુનાના કામે વપરાયેલ બાઈક નંબર જીજે 36 એએમ 1151 જેની કિંમત 40 હજાર રૂપિયા અને એક 5000 રૂપિયાની કિંમતનો મોબાઇલ ફોન આમ કુલ મળીને 1,45,473 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News