મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કલેટકટની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં ૬૦ લાખના ખર્ચની વહિવટી મંજૂરી


SHARE







મોરબીમાં કલેટકટની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબીમાં ૬૦ લાખના ખર્ચની વહિવટી મંજૂરી

વર્ષ ૨૦૨૧-૨૨ માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે કામો પૂર્ણ : ૩૯૬ લાખના ખર્ચે ૧૮ ગામોમાં પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરાઇ

રાજ્યમાં ગ્રામ્ય સ્તરે લોક વ્યવસ્થાપિત પેયજળ વ્યવસ્થાપન કાર્યક્રમના અમલીકરણ માટે જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત કરવાના થતાં કામો માટે જિલ્લા સ્તરની જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની રચના કરવામાં આવેલ છે જેની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી જે.બી પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી.

કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં ગત ગુરુવારે યોજાયેલ આ બેઠકમાં જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત પ્રગતિ હેઠળના ગામોની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ ૨૦૨૧-૨૨ ગ્રામ્ય વિસ્તાર પાણી વિતરણ યોજનાઓને પણ વહિવટી મંજૂરી આપવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં ૩૯૬ લાખ રૂપિયાના ખર્ચે ચાલી રહેલા કામોની સમીક્ષા કરવામાં આવી હતી. જ્યારે મોરબીના નીચી માંડલ, માળીયાના વવાણીયા અને વાકાંનેરના ધર્મનગર ખાતેના ૬૦ લાખ રૂપિયાના ખર્ચે તાંત્રીક મંજૂરી મળેલ ગામોને વહિવટી મંજૂરી પણ આપવામાં આવી હતી

અગાઉ મોરબી જિલ્લાના ૨૧ ગામોમાં ૨.૪૩ કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ કામોની મળેલ વહિવટી મંજૂરીને ૨.૮૦ કરોડ રૂપિયાની રીવાઇઝ વહિવટી મંજૂરી અંગે પણ આ બેઠકમાં સમીક્ષા કરાઇ હતી. જલ જીવન મિશન કાર્યક્રમ હેઠળ વર્ષ ૨૦૨૧-૨૨ માં મોરબી જિલ્લાના ૨૩ ગામોમાં અંદાજે ૬૫ લાખ રૂપિયાના ખર્ચે પૂર્ણ થયેલ કામોની પણ ચર્ચા કરવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી ઈલાબેન ગોહીલ, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, ગુ.પા.પુ.બોર્ડના કાર્યપાલક ઇજનેર વાય.એમ.વંકાણી, સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી.સી.કાવર, જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને યુનિટ મેનેજર એન.જે.રૂપારેલ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી કે.વી.ભરખડા, જિલ્લા કો-ઓડીનેટર કીરીટ બરાસરા તથા અન્ય સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News