મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર ફાયરિંગ કરનારા યુવતીના પિતાની ધરપકડ


SHARE







માળીયા (મી)માં પ્રેમલગ્ન કરનાર યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર ફાયરિંગ કરનારા યુવતીના પિતાની ધરપકડ

માળીયા (મી)માં રહેતા યુવાને પ્રેમલગ્ન કરેલ છે તેનો ખાર રાખીને યુવતીના પિતા દ્વારા યુવાનના કૌટુંબિક ભાઈ ઉપર બંદૂક વડે ફાયરિંગ કરવામાં આવ્યું હતું જોકે મિસ ફાયર થઈ ગયું હોવાથી પ્રેમલગ્ન કરનાર યુવાનનો કૌટુંબિક ભાઈ બચી ગયો હતો જે બનાવ સંદર્ભે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. જે ગુનામાં આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

માળીયા (મી)માં આવેલ સરકારી હોસ્પિટલ પાસે રહેતા સલીમભાઈ દિલાવરભાઇ જેડા (38)એ માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે વલીમામદ નૂરમામદ મોવર સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, તેના કાકાના દીકરા સિકંદર રસુલભાઈ જેડાએ આરોપીની દીકરી દીકરીને આઠેક મહિના પહેલા ભગાડી જઈને તેની સાથે પ્રેમ લગ્ન કરેલ છે અને તે બાબતનો ખાર રાખીને આરોપી સ્વિફ્ટ ગાડી નંબર જીજે 1 કેએફ 2446 લઈને ફરિયાદીના ઘર પાસે આવ્યો હતો અને ત્યાં જામગરી બંદૂકમાંથી તેણે ફાયરિંગ કર્યું હતું જોકે બંદૂકમાંથી છૂટેલી ગોળી મિસ ફાયર થઈ ગઈ હતી જેથી ફરિયાદીને ગોળી લાગી ન હતી પરંતુ ફરિયાદીને ગભરામણ થવાના કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે ભોગ બનેલા યુવાન દ્વારા માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર અને તેની ટીમે આરોપી વલીમામદ નૂરમામદ મોવર રહે. ત્રણ રસ્તા માળીયા વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી.






Latest News