મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

મોરબીના જુના ઘુંટુ રોડે ઇનોવાના ચાલકે બાઈકે હડફેટે લેતા યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા: હાથમાં ફ્રેકચર


SHARE







મોરબીના જુના ઘુંટુ રોડે ઇનોવાના ચાલકે બાઈકે હડફેટે લેતા યુવાનને મોઢાના ભાગે ગંભીર ઇજા: હાથમાં ફ્રેકચર

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ શ્રીનાથ કાંટા પાસે સિલ્વર સોસાયટી સામેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇનોવા ગાડીના ચાલકે તે યુવાનના બાઈકને હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનને મોઢાના ભાગે ગંભીર ઈજા થઈ હતી તેમજ ડાબા હાથમાં ફ્રેકચર થયું હતું જેથી તે યુવાને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ તે યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇનોવા ગાડીના ચાલક સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના ઘુટુ ગામે રહેતા વેલજીભાઈ નવઘણભાઈ કરોતરા (47)એ ઇનોવા ગાડી નંબર જીજે 36 એસી 4807 ના ચાલક સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીના જુના ઘૂટું રોડ ઉપર આવેલ શ્રીનાથકાંટા પાસે સિલ્વર સોસાયટીની સામેના ભાગમાંથી ફરિયાદીનો દીકરો નાથાભાઇ વેલજીભાઈ કરોતરા (19) પોતાનું બાઈક નંબર જીજે 36 એમ 9861 લઈને જઈ રહ્યો હતો અને ઘર તરફ જતો હતો ત્યારે પાછળના ભાગેથી ઇનોવા કારના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને ફરિયાદીનો દીકરો રસ્તા ઉપર નીચે પડી જતા ઇનોવા ગાડીના ચાલકે ફરિયાદીના દીકરાને મોઢાના ભાગે ગંભીર ઇજા કરી હતી તથા ડાબા હાથમાં ફ્રેકચર જેવી ઈજા કરી હતી જેથી ભોગ બનેલ યુવાનને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ઇનોવા ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News