મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામે ભાઈ સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સનો હુમલો: છરીનો ઘા ઝીકયો


SHARE











મોરબીના અમરનગર ગામે ભાઈ સાથે થયેલ બોલાચાલીનો ખાર રાખી યુવાન સહિત બે વ્યક્તિ ઉપર ચાર શખ્સનો હુમલો: છરીનો ઘા ઝીકયો

મોરબીના અમરનગર ગામે યુવાનના ભાઈ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો તથા અન્ય ત્રણ શખ્સો દ્વારા યુવાન તથા સાહેને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને એક શખ્સે છરી વડે હુમલો કરીને સાહેદને ઇજા કરી હતી તેમજ હુમલો કરનારા શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ બંને વ્યક્તિઓને સારવારમાં ખસેડવા આવ્યા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (23એ વિશાલભાઈ ધારાભાઈ ભૂંભરિયા, ધર્મેન્દ્રસિંહ મનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા અને ધર્મરાજ ઉર્ફે ભાણો રહે. બધા અમરનગર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, ફરિયાદીના ભાઈ સાથે અગાઉ વિશાલ ભુંભરીયાને બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખા રાખીને તેણે ફરિયાદીને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો. અને બાકીના ત્રણેય આરોપીઓએ ફરિયાદી તથા સાહેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો ત્યારે ધર્મરાજ પાસે રહેલ છરી વડે તેણે સાહેભુપતભાઈને ઇજા કરી હતી અને ચારેય શખ્સોએ યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને અંગેની આગળની વધુ તપાસ ફિરોજભાઈ સુમરા ચલાવી રહ્યા છે

કેફી પ્રવાહી ભરેલ બોટલ સાથે એક પકડાયો

વાંકાનેર સીટી પોલીસ દ્વારા સ્કોર્પિઓ ગાડી નંબર જીજે 2 ઇજી 303 ના ચાલકને રોકીને ચેક કરવામાં આવતા ગાડીમાં જઈ રહેલા વ્યક્તિ પાસે પ્લાસ્ટિકની બોટલમાં એક લીટર કેફી પ્રવાહી ભરેલ મળી આવ્યું હતું જેથી 500 ની કિંમતનું કેફી પ્રવાહી તથા 8 લાખ રૂપિયાની કિંમતની ગાડી એમ કુલ મળી 8,00,500 ની કિંમતના મુદ્દામાલ સાથે કુલદીપસિંહ ઉર્ફે ઓમદેવસિંહ દિલીપસિંહ જાડેજા (38) રહે. મયુર સોસાયટી ત્રાજપર ચાર રસ્તા પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે






Latest News