મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટેમ્પરરી રેડ ઝોન: મોરબી જીલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ 


SHARE







ટેમ્પરરી રેડ ઝોન: મોરબી જીલ્લામાં ૩૧ ઓગસ્ટ સુધી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ 

સમગ્ર દેશ અને રાજ્યમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લેતા તથા સુરક્ષા લગત ગતિવિધિ હેતુથી મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી, IAS દ્વારા જાહેરનામુ બહાર પાડી સમગ્ર મોરબી જિલ્લાને ટેમ્પરરી રેડ ઝોન જાહેર કરી ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

ભારત પાકિસ્તાનની સરહદ પાસેથી ભારતીય વિસ્તારમાં અનેક નિયંત્રણ વગરના ડ્રોન જોવા મળેલ છે. આ બાબતને ધ્યાનમાં લેતા સરહદી વિસ્તારવાળા રાજ્યોમાં નાગરિક ડ્રોન ઉડાન પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની આવશ્યકતા હોવાથી તથા સમગ્ર રાજ્યને ટેમ્પરરી રેડ ઝોનતરીકે જાહેર કરીને ડ્રોન ઉડાન પર પ્રતિબંધ લગાવવું જરૂરી હોવાથી આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વહીવટી તંત્ર કે કોઈ વ્યક્તિ/સંસ્થાને આવશ્યક કારણોસર Drone/UAV નો ઉપયોગ કરવાની જરૂરિયાત જણાય તો પૂર્વ પરવાનગી મેળવવાની રહેશે. આ જાહેરનામુ સમગ્ર મોરબી જિલ્લાના વિસ્તારમાં આગામી તા. ૩૧/૦૮/૨૦૨૫ સુધી અમલી રહેશે.






Latest News