મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના ભલગામડામાં જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સ પકડાયા, આઠ નાશી ગયા


SHARE







હળવદના ભલગામડામાં જુગારની રેડ પડતાં નાશભાગ: બે શખ્સ પકડાયા, આઠ નાશી ગયા

હળવદ તાલુકાના ભલગામડા ગામે જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસ સ્થળ ઉપરથી બે શખ્સની 3980ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને નાસી છૂટેલા 8 શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

હળવદ તાલુકા પોલીસની ટીમ દ્વારા ભલગામડા ગામે જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમી રહેલા શખ્સોમાં નાશભાગ ચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી ભરતભાઈ હેમુભાઈ ચૌહાણ (30) અને રમેશભાઈ મહાદેવભાઇ દેત્રોજા (38) રહે. બંને ભલગામડા વાળાની 3980 ની રોકડ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા શખ્સોમાં રમેશ ઉર્ફે પોપટ વજાભાઈ લીલાપરા, ધીરજભાઈ રાજુભાઈ દેત્રોજા, પ્રકાશભાઈ કેશાભાઈ દેત્રોજા, જગદીશભાઈ સિંધાભાઈ દેત્રોજા, નિલેશભાઈ ખુમાણભાઈ કાંજીયા, જીવણભાઈ છેલાભાઈ ઉઘરેજા, લાલાભાઇ પ્રવીણભાઈ કુંભાર અને ગણેશભાઈ સુરાભાઈ દેત્રોજા રહે. બધા ભલગાડા વાળાના નામ સામે આવ્યા હોય હાલમાં 10 શખ્સો સામે જુગારનો ગુનો નોંધાયો છે અને બાકીના આઠ શખ્સોને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

બેલા નજીક કારખાના પાસેથી બાઈકની ચોરી

મોરબીના બેલા ગામની સીમમાં આવેલ શંભુ હોમ ડેકોર કારખાના બહાર ખરેડા ગામના રહેવાસી રવજીભાઈ ધીરુભાઈ ડાભી (45)એ પોતાનું બાઈક નંબર જીજે 36 એએમ 8135 પાર્ક કરીને મૂક્યું હતું જે 50,000 રૂપિયાની કિંમતના બાઈકને કોઈ અજાણ્યા શક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે




Latest News