હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા પરિણીતાનો આપઘાત


SHARE











મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા પરિણીતાનો આપઘાત

મોરબીમાં પતિએ ઝઘડો કરી બે ફડાકા મારતા 17 વર્ષીય પરિણિતાને લાગી આવતા ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે મળેલી વિસ્તૃત વિગત મુજબ મોરબીના વીસીપરામાં ફાટક પાસે રહેતી રોશનીબેન રામુભાઇ મેડા એ ગઇકાલે રાત્રે 10 વાગે પોતાની ઓરડીમાં લાકડાની આડી સાથે ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.

આ પરિણીતાએ ઓરડીનો દરવજો બંધ કરી પગલું ભર્યુ હોવાથી પતિને જાણ થતા દરવાજો તોડી રોશનીને નીચે ઉતારી પ્રથમ મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડી હતી જે પછી તેણીને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જયાં સારવાર દરમિયાન આજે વહેલી સવારે 6.20 વાગ્યે આસપાસ તેનું મૃત્યુ નિપજયું હતું. બનાવની જાણ રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી બી ડીવીઝન પોલીસને કરી હતી. પોલીસે રાજકોટ સિવિલ પહોંચી મૃતદેહ પીએમ માટે ખસેડવા તજવીજ કરી હતી. અને પુછપરછમાં જાણવા મળ્યું હતું કે, રોશની એક ભાઇ, ચાર બહેનમાં મોટી હતી. તેના લગ્ન હજુ ર માસ પહેલા જ થયા હતા. હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.






Latest News