મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાર દૂર કરાવતા મહેશ રાજકોટીયા


SHARE









ટંકારા ઓવરબ્રિજ ઉપરનો અંધકાદૂર કરાવતા મહેશ રાજકોટીયા

ટંકારામાં આવેલ ઓવરબ્રિજ ઉપર ફીટ કરાયેલ લાઈટો વારંવાર હાઉકલી કરી રીસાઈ જતી હોય તે રીતે શોભાના ગાંઠીયા સમાન બની ગયેલ હતી અને નગરજનો કાયમ કાગારોળ કરતા હતા તો પણ આ મુદ્દે જાડી ચામડીના જવાબદારો અને શાસકપક્ષના બની બેઠેલા નેતાઓના પેટનુ પાણી ક્યારેય હલતું ન હતું અને તેવા સમયે પાટીદાર અગ્રણીએ લોકોની વેદના સમજી અંગત રસ દાખવીને લાઈટો ચાલુ કરાવતા લાંબા સમયથી છવાયેલા અંધારા દૂર થયો છે.

પ્રજાને પરાણે વિકાસના ચશ્મા પહેરાવવામા સુરી સરકારે ટંકારા ખાતે હાઈવે પર નિર્માણ કરેલા ઓવરબ્રિજ પર વારંવાર હાઉકલી કરી લાઇટો રીસાઈ જતી હોવાની કાયમ ફરિયાદ લોકોની હતી જેને જવાબદારો અધિકારી કે પછી સતા પક્ષના નેતા ધ્યાને લેતા જ ન હતા જેથી પાટીદાર અગ્રણી મહેશ રાજકોટીયાપ્રજાની વેદના સમજીને એકલપંડે સતત લડત ચલાવી રાજકીય આકાઓને નેવે મુકી જનવેદના સમજી હાઈવે ઓથોરીટીના કોન્ટ્રાકટર અને નગરપાલિકા ઉપરાંત વિજ તંત્ર સાથે સંપર્ક કરીને ઓવરબ્રિજની સ્ટ્રીટ લાઇટ્સ ચાલુ કરાવી દીધેલ છે. આમ મહેશ રાજકોટિયાની મહેનત અંતે રંગ લાવતા સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ તેઓની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમજ રમેશભાઈ પટેલ, રમેશભાઈ મુખ્યાજી, પ્રકાશ કક્કડ સહિતના અનેક લોકોએ મહેશ રાજકોટીયાને બિરદાવ્યા હતા.






Latest News