મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી : ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા અને પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચની પોલીસવડાને રજુઆત


SHARE







મોરબી : ટીંબડી ગામના પાટીયા પાસે કટ રસ્તો ચાલુ કરવા અને પોલીસકર્મીની નિમણૂંક કરવા સરપંચની પોલીસવડાને રજુઆત

મોરબીના માળીયા હાઈવે ઉપર આવેલા ટીંબડી ગામના ગ્રામજનોને હાઈવે ઉપર જવા ગામ આખાનો આંટો ફરવા જવુ પડતું હોવાથી ગ્રામ પંચાયત સરપંચે મોરબી જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હાઇવે ઉપર બંધ કટનો રસ્તો ચાલુ કરવા માંગ કરી છે.કટ બંધના કારણે ટીંબડી ગામના લોકોને મહેન્દ્રનગર સુધીનો થતો ધરમ‌ ધક્કો ગ્રામજનો માટે માથાનો દુખાવો બની ગયેલ છે જેથી બંધ કટમાંથી મુક્તિ અપાવવાની અરજી જિલ્લા‌ પોલીસ વડા સુધી પહોંચી છે.

ટીંબડી ગ્રામજનોને બંધ કટ હોવાથી રોંગ સાઈડ વાહનો ચલાવવાની ફરજ પડે છે જે ક્યારેક જીવલેણ સાબિત થઈ શકે જીવના જોખમે વાહન ચલાવતા કોઈ વ્યક્તિનો અકસ્માત સર્જાઈ તો જવાબદારી કોની ? તેવો સવાલ પણ ઉઠવા પામ્યો છે.તેમજ કટ બંધ હોવાના કારણે ખેતરે જતા ખેડૂતોને મહેન્દ્રનગર સુધી લાંબુ થવું પડે છે.તદુપરાંત એક બાજુ કટ બંધ બીજું બાજુ આડેધડ ટ્રક પાર્કિંગ જો બંધ કટ ને ચાલુ કરી દેવાઇ અને એક ટ્રાફીક કર્મચારીની ત્યાં નિમણૂક કરાઈ તો ગ્રામજનોની સમસ્યા હલ થાય તેમ છે.જેથી ટીંબડી ગ્રામ પંચાયત સરપંચ જ્યોત્સનાબેન ભરતભાઈ વડસોલા દ્વારા મોરબી જિલ્લા પોલીસવડાને આ અંગે રજુઆત કરીને ઘટતું કરવાની માંગ કરવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ટીંબડી ગ્રામજનોને હાઈવે ઉપર જવા ગામના પાટીયા પાસે બંને સાઈડ આડેધડ પાર્કિંગ અને ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ દબાણોથી રોડ ક્રોસ કરવા કાંઇ દેખાતું ન હોવાથી અકસ્માતનો ભય સતાવે છે અને કટ બંધથી ગ્રામજનોને ગામ આખાનો આંટો ફરવા જવો પડે છે જેથી ટીંબડી ગ્રામજનોને સતાવતા બંને પ્રશ્નોનુ તાત્કાલિક ધોરણે હલ થાય તો સમયની બચત સાથે ઈંધણની બચત અને માથે લટકતું જીવનુ જોખમ તેમજ અકસ્માત ઘટે જેવી ઘણા પ્રશ્નોનો ઉકેલ આવે તેમ છે.જેથી તાત્કાલિક જિલ્લા પોલીસવડા આ માંગને ધ્યાને લઈને ઘટતું કરે તેવી લોકમાંગ સાથે સરપંચે કરેલ રજુઆત ધ્યાને લેવા અનુરોધ કરાયો છે.






Latest News