મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે વાડીમાં-રણમલપુર ગામે જાહેરમાં જુગારની રેડ: 11 શખ્સો 92,720 ની રોકડ સાથે પકડાયા


SHARE











હળવદના ચરાડવા ગામે વાડીમાં-રણમલપુર ગામે જાહેરમાં જુગારની રેડ: 11 શખ્સો 92,720 ની રોકડ સાથે પકડાયા

હળવદના ચરાડવા ગામની સીમમાં આવેલ વાડીમાં તેમજ રણમલપુર ગામે મકાનની પાછળના ભાગમાં જાહેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 11 શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 92,720 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદના ચરાડવા ગામની સીમમાં સમલી રોડ ઉપર ગારી તરીકે ઓળખાતી સીમમાં વિજયભાઈ માકાસણાની વાડીમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે હળવદ પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા વિજયભાઈ છગનભાઈ માકાસણા (45) રહે. ચરાડવા, રણછોડભાઈ રવજીભાઈ સોનાગ્રા (58) રહે. ચરાડવા, ધર્મેશભાઈ નારણભાઈ સોનાગ્રા (38) રહે. ચરાડવા અને જયુભા રાણાભા મારુ (40) રહે. નવલખી રોડ અશોક પાર્ક મોરબી વાળા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 67,370 ની રોકડ કબજે કરી હતી. અને જુગારની બીજી રેડ રણમલપુર ગામે પ્રભુભાઈ વિરાણીના મકાનની પાછળના ભાગમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી પ્રભુભાઈ ભગવાનભાઈ વિરાણી (65) રહે. રણમલપુર, વિજયભાઈ ચંદુભાઈ વેકરીયા (25) રહે. રણમલપુર, સુરેશભાઈ રણછોડભાઈ કુડેચા (27) રહે. રણમલપુર, ગણપતભાઈ પ્રભુભાઈ નગવાડિયા (57) રહે. મંગળપુર, વિપુલભાઈ ત્રિભુવનભાઈ પારેજીયા (40) રહે. રણમલપુર, નાગરભાઈ જાદુભાઈ વિરાણી (40) રહે. રણમલપુર અને દેવકણભાઈ મનજીભાઈ વરમોરા (64) રહે. રણમલપુર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 25,350 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News