મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો


SHARE











મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેધી દ્વારા તેમના પતિ સ્વ.જેઠાભાઈ પારેઘીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા માટે રક્તદાન શિબિર ઉગમેશ્વર મહાદેવ મંદિર પરિસર, જુની પીપળી ગામે યોજાઈ હતી. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘી, જીગ્નેશભાઈ અને વિજયભાઈ પારેધીની પ્રેરણાથી તથા સંસ્કાર બ્લડ સેન્ટર, મોરબીના સહયોગથી આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૬૩ ક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી. આ રક્તદાન શિબિરમાં સ્વ. જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય, સામાજિક મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને આ કેમ્પમાં ૬૩ રક્તદાતાઓએ રક્તદાન કરીને સ્વ.જેઠાભાઈ પારેધીને શ્રદ્ધાંજલિ આપી હતી અને આ કાર્યક્રમ  બદલ સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પૂજ્ય પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ  માકાસણાએ આભાર વ્યક્ત કર્યો હતો






Latest News