મોરબીમાં મહેન્દ્રનગર ગામે પ્રાથમિક શાળામાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો


SHARE











વાંકાનેરમાં અગાઉની બોલાચાલીનો ખાર રાખીને યુવાનને તેના પાડોશી સહિત ત્રણ શખ્સોએ મારમાર્યો

વાંકાનેરના જીપરામાં રહેતા યુવાનને તેના પાડોશમાં રહેતા વ્યક્તિ સાથે અગાઉ નાની નાની બાબતોમાં બોલાચાલી થયેલ હતી જે બાબતનો ખાર રાખીને જીપરા જકાતનાકા પાસે યુવાન ચાની લારી નજીક હતો ત્યારે તેને ધોકા વડે માર માર્યો હતો અને અજાણ્યા બે શખ્સો દ્વારા યુવાનને ગાળો આપીને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના જીપરા શેરી નં- 10 માં રહેતા નવઘણભાઈ મેરૂભાઈ સેટાણીયા (35)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે રફિકભાઈ જુમાભાઇ કુરેશી રહે. વાંકાનેર તથા તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છેકેઆરોપી રફિકભાઈ તેઓના પાડોશમાં રહે છે અને અગાઉ નાની-નાની બાબતોમાં બોલાચાલી થયેલ હોય તે બાબતનો ખા રાખીને રફિકભાઈએ લાકડાના ધોકા વડે ફરિયાદી યુવાનને માર માર્યો હતો તેમજ તેની સાથે રહેલા અજાણ્યા બે શખ્સોએ ગાળોબોલીને ઢીકાપાટુનો  માર માર્યો હતો જેથી કરીને ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મહિલા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સવિતાબેન મનજીભાઈ દલવાડી નામના મહિલાને સારવાર માટે લઈને આવ્યા હતા કેમ કે, તેઓ ઘરેથી વાડીએ જતા હતા ત્યારે તળાવ પાસે રસ્તામાં ખાડો આવવાના કારણે બાઇકમાંથી પડી જતા તેમને જમણા પગમાં સાથળના ભાગે ફેક્ચર જેવી ઈજા થઇ હતી આ બનાવની પોલીસને જાણ કરી છે
 
ફિનાઇલ પી લેતા સારવારમાં
મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતો રફિક ઉમરભાઈ સુમરા (25) નામનો યુવાન કોઈ કારણસર ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
 
તરુણ સારવારમાં
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ વોંકળા નજીક આશિત અજીતભાઈ આદ્રોજીયા (16) ગામનો તરુણ કોઈ કારણસર ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી





Latest News