મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે


SHARE







મોરબીમાં છેડતી-પોક્સોના ગુનામાં પકડાયેલ આરોપી પાસા હેઠળ જેલહવાલે

મોરબીમાં અવારનવાર સગીરાની પજવણી કરી છેડતી કરવામાં આવતી હતી જેથી પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં પકડાયેલ શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે આરોપીને પાસા હેઠળ પકડીને સુરતની લાજપોર જેલ  હવાલે કરેલ છે.

મોરબી શહેરમાં મહિલાઓની છેડતી અને પજવણી કરતા ઈસમોની અસામાજિક પ્રવૃતિને ડામવા એ ડીવીઝન પીઆઈ દ્વારા સગીરાની પજવણી કરી છેડતી કરનાર સામે પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવેલ હતો જે ગુનામાં પકડાયેલ આરોપી ઈરફાન અલીભાઈ માણેક (20) રહે. વિસીપરા મોરબી વાળાની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ અને કલેકટર દ્વારા મંજૂર કરવામાં આવી હતી જેથી કરીને પોલીસે પાસા વોરંટ ઈશ્યુ કર્યું હતું અને જેથી આ શખ્સને પાસા હેઠળ પકડીને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News