મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ મોરબીના નહેરુ ગેટ ચોક, રવાપર અને શનાળા રોડ સહિતના માર્ગો ઉપરથી દબાણો હટાવ્યા નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ
Breaking news
Morbi Today

હળવદના મામલતદારે સુખપરના શખ્સની સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ


SHARE







હળવદના મામલતદારે સુખપરના શખ્સની સામે નોંધાવી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

હળવદ તાલુકાના સુખપર ગામે સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં હળવદના મામલતદાર દ્વારા સુખપર શક્તિનગર ગામે રહેતા એક શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર સરકારી જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ કરવામાં આવ્યૂ છે ત્યારે ધીમે ધીમે અલગ અલગ વિસ્તારોમાં દબાણ કરનારા તત્વોની સામે સરકારી અધિકારીઓ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જો વાત કરી હળવદની તો હળવદના મામલતદાર નાનજીભાઈ સદામજીભાઈ ભાટી (ઉંમર ૫૬) દ્વારા હાલમાં હળવદ તાલુકાના સુખપર શક્તિનગર ગામે રહેતા જસુભાઈ કાનાભાઈ કોળીની સામે તેમજ અન્ય તપાસ માટે ખુલે તે તમામ લોકોની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે હાલમાં હળવદ મામલતદાર દ્વારા જે ફરિયાદ નોંધાવવામાં આવી છે તેમાં તેમણે જણાવ્યું છે કે આરોપીએ સુખપર ગામની સરકારી ખરાબાની સર્વે નંબર ૩૫૨ પૈકીની સરકારી જમીનો પર ગેરકાયદેસર કબજો કરીને જમીન ઉપર આજદિવસ સુધી ચાલુ રાખેલ છે અને જમીન પચાવી પાડે છે જેથી કરીને તેની સામે હળવદ તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધીને આરોપીને પકડવા માટે થઈને કવાયત શરૂ કરવામાં આવી છે






Latest News