મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચારવાના ગુનામાં આરોપીનો જામીન ઉપર છુટકારો

મોરબીમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ તેમજ એટ્રોસીટીના કેસના આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરવામાં આવી હતી. અને ત્યાર બાદ મોરબીની એડીશનલ સેસન્સ કોટૅ (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ)માં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં અરજદાર તરફે એડવોકેટ વિવેક કે. વરસડાએ ધારદાર દલીલ કરી હતી અને આરોપીને ખોટી રીતે ગુનામાં ફીટ કરી દેવામાં આવેલ છે. અને સાક્ષી કે પુરાવા સાથે હેમ્પર કે ટેમ્પર કરશે નહી. જે બંને પક્ષની દલીલોને ધ્યાને લઈ કોર્ટે દ્રારા આરોપીને જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.

મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી કે આરોપીએ ફરીયાદી અનુસુચીત જાતીના હોવાનું જાણવા છતાં ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી અને ફરીયાદી સાથે શરીરસબંધ બાંધી ફરીયાદી સાથે લગ્ન નહી કરી ગુન્હો કર્યો છે જેથી પોલીસે ગુનો નોંધીને આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલાની ધરપકડ કરી હતી અને આ આરોપીની એડીશનલ સેસન્સ કોર્ટે (સ્પેશીયલ એટ્રોસીટી કોટૅ) માં જામીન અરજી મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા મારફત  મૂકવામાં આવી હતી અને અરજીની સુનવણી થતા આરોપી પક્ષના એડવોકેટે કરેલ દલીલ અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટેના વિવિધ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે. આ કામમાં આરોપી રાહુલ મેહુલભાઈ ખુંગલા તરફે એડવોકેટ તરીકે મોરબીના યુવા એડ્વોકેટ વિવેક કે. વરસડા, જય જે. કગથરા, રાહુલ બી. બસીયા, રાહુલ એન. ગોલતર તથા સહાયક તરીકે મનોજ ડી. ગચર, યસ એ. મોરડીયા રોકાયેલા હતા.






Latest News