મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ૨.૦ (શહેરી)નું અમલીકરણ કરવા કવાયત
મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ
SHARE









મોરબી પોસ્ટ વિભાગના કર્મચારીઓ હડતાળમાં જોડાયા: માંગણી ન સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળ
દેશ વ્યાપી ભારતીય પોસ્ટલ એમ્પ્લોઇઝ એસોસિયેશન બીએમએસ ન્યુ દિલ્હીના આદેશ અનુસાર 30 ચાર્ટડ ડીમાડની માંગ સાથે પોસ્ટ ઓફિસનાં કર્મચારીઓ દ્વારા મંગળવારે કાળી પટ્ટી ધારણ કરીને કામ કરવામાં આવ્યું હતું અને સાંજે પોસ્ટ ઓફિસ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ભારતીય પોસ્ટલ કર્મચારી ફેડરેશન ગુજરાત સર્કલના સેક્રેટરી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, તેઓની મુખ્ય માંગણીઓમાં તાત્કાલિક 8 મું પગાર પંચ લાગુ કરો, 50% ડીએ મર્જ કરવામાં આવે, પોસ્ટના સ્ટાફ સાથે તાનાશાહી જેવું વર્તન બંધ કરો, તમામ સરકારી ઓફિસો 6 વાગ્યે બંધ થઈ જાય તો પોસ્ટ ઓફિસમાં 9 વાગ્યા સુધી કેમ કામ કરવાનું તેના સહિતની જુદીજુદી કુલ મળીને 41 જેટલી માંગણીઓને લઈને આજે કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો જો કે, પ્રશ્ન ન ઉકેલાઈ તો તા 22 ના રોજ ધરણા પ્રદર્શન, તા. 1 લી ઓગસ્ટના રોજ હડતાળ અને તા. 17 ઓગસ્ટથી અચોક્કસ મુદતની હડતાળ કરવામાં આવશે.

