મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત


SHARE











મોરબીના જેપુર ગામે સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને વૃદ્ધે કર્યો આપઘાત

મોરબીના નવલખી હાઅવે ઉપર આવેલ જેપુર ગામની સીમમાં ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઇને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતકના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના નવલખી હાઇવે ઉપર આવેલ જેપુર ગામે સિમમાં જેરામભાઇની વાડી પાસે ગુંદાના ઝાડની ડાળી સાથે ગળાફાંસો ખાઈને અરજણભાઈ રાયસિંગભાઇ ખુરી (ઉંમર ૬૦) હાલ રહે.જેપુર તા.જી.મોરબીવાળાએ આપઘાત કરી લીધો હતો જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાર બાદ મૃતકના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવની હાલમાં મોરબી તાલુકા પોલીસે નોંધ કરી છે જેની આગળ રાબેતા મુજબની તપાસ એમ.એલ.બારૈયા ચલાવી રહ્યા છે.

મહીલા-યુવાન સારવારમાં

મોરબીના સામાકાંઠે વોરાબાગ નજીક આવેલા પાવનપાર્ક વિસ્તારમાં રહેતા મંજુલાબેન રમણીકભાઈ ત્રિવેદી નામની મહિલા વાવડી રોડ ઉપરથી જતા હતા ત્યારે મોટર સાયકલ ચાલકે તેઓને હળફેટ લેતા ઈજાગ્રસ્ત થયેલા મંજુલાબેનને અત્રેની નક્ષત્ર હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના ટંકારા તાલુકાના વીરપર ગામે રહેતો પ્રદીપ કૈલાષભાઈ કુસ્વાહ નામનો ૩૨ વર્ષીય યુવાન હડમતીયાથી વીરપર જતો હતો ત્યારે પેપરમીલ પાસેના વણાંકમાં વાહન પલ્ટી જતા પ્રદીપ કુસ્વાહને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે પેલેસ રોડ નજીક રહેતા દિનેશભાઇ વિરેન્દ્રભાઈ ગોરવાડીયાને બાઇકમાં જતાં સમયે ગાંધીચોક પાસે બાઈક સાથે રીક્ષા અથડાતાં ઈજાગ્રસ્ત દિનેશભાઈને અત્રેની ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લવાયા હતા.જ્યારે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતો સાગર કિશોરભાઈ સીતાપરા નામનો યુવાન કોઈ કારણોસર ક્લોરોફોર્મ કેમિકલ પી જતાં તેને સારવાર માટે મંગલમ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો બનાવ અંગે એ ડીવીઝન પોલીસ મથકનાં એચ.એમ.ચાવડા આગળની તપાસ ચલાવી રહ્યા છે.






Latest News