મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે


SHARE







ऐक पेड माँ के नाम 2.0: મોરબીમાં કાલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની હાજરીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે

મોરબીમાં કાલે તા 13 ના રોજ શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટ મોરબી, સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ અને સદભાવના ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે ऐक पेड माँ के नाम 2.0” અભિયાન અંતર્ગત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની પ્રેરક ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી શહેર તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને ભાજપ પરિવારના આગેવાનો હોદેદારો સહિતના હાજર રહેશે અને પર્યાવરણના જતન માટેના આ કર્યામાં સહભાગી બનશે તેવી માહિતી મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પાસેથી જાણવા મળેલ છે. 

આ અભિયાન અંતર્ગત રફાળેશ્વર-જોધપર (નદી) રોડ, ભાણદેવજી આશ્રમની બાજુમાં, પટેલ છાત્રાલયની પાછળ, મોરબી ખાતે કાલે તા 13 ના રોજ સાંજે 4:00 કલાકે આયોજીત કાર્યક્રમમાં નાગરિકો માતાના નામે એક વૃક્ષ રોપશે. જનમાનસમાં પર્યાવરણ જાગૃતિ લાવવા તથા વૃક્ષ આવરણ વધારવાના હેતુ સાથે અંદાજિત 3 હજાર વૃક્ષોનું વાવેતર કરાશે. જેમાં ગામના અને આસપાસના વિસ્તારના અતિથિઓ, નાગરિકો, ધાર્મિક સંસ્થાઓ, સેવાકીય સંસ્થાઓ, વિવિધ NGO તથા વિદ્યાર્થીઓની સહભાગીતા સાથે સદભાવના પૂર્વક વૃક્ષારોપણ કરવામાં આવશે. કાર્યક્રમમાં અનેક સમાજસેવકો, પદાધિકારીઓ અને આગેવાનોની પણ ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં સર્વ નાગરિકોને સમયસર હાજર રહી પર્યાવરણસ્નેહી કાર્યમાં સહભાગી બનવા સામાજિક વનીકરણ વિભાગ રાજકોટ દ્વારા અનુરોધ કરાયો છે






Latest News