મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ: એક મહિલા સહિત 13 લોકો 32,500 ની રોકડ સાથે પકડાયા


SHARE







વાંકાનેર શહેરમાં જુગારની બે રેડ: એક મહિલા સહિત 13 લોકો 32,500 ની રોકડ સાથે પકડાયા

વાંકાનેર શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં રહેણાંક મકાનમાં તથા જુના રાજાવડલા ગામ પાસે જાહેરમાં જુગારની જુદી જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે એક મહિલા સહિત કુલ મળીને 13 વ્યક્તિઓ જુગાર રમતા પકડવામાં આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેઓની પાસેથી કુલ મળીને 32,500 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જુગારના જુદા જુદા બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર સિટી પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મીલ પ્લોટ ડબલ ચાલીમાં રહેતા રૂડીબેન બોરીયાના રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા રૂડીબેન કરસનભાઈ ગોરીયા (85), અજયભાઈ મંગાભાઈ રાતોજા (32), ભુપતભાઈ ધરમશીભાઈ ઝાલા (37), શાહરૂખભાઇ હૈદરભાઇ જેડા (22), સતિષભાઈ રઘુભાઈ કઉડર (19), મહેશભાઈ પ્રેમજીભાઈ બાવળીયા (42), આસિફભાઇ નૂરમામદભાઈ બ્લોચ (36), ક્રુણાલ મનસુખભાઇ માલકીયા (19), હસનભાઈ દોશમાહમદભાઇ મોવર (25) અને અનવરભાઈ દાઉદભાઈ બાબરીયા (55) રહે. બધા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેઓની પાસેથી 16,100 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધાયો છે આવી જ રીતે વાંકાનેરના જુના રાજાવડલા ગામે મંદિર સામે ખુલ્લા પટમાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી રાજેશભાઈ ગાંડુભાઇ * દલસાણીયા (56), પ્રકાશભાઈ જેરામભાઈ સોલંકી (26) અને કરણભાઈ શામજીભાઈ ડેડણીયા (24) રહે. બધા જૂના રાજાવડલા વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 16,400 ની રોકડ કબજે કરી હતી અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. તો મોરબીના ગાંધી ચોકમાં રોડ ઉપર વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ચંદુભાઈ મોતીભાઈ નગવાડિયા (50) રહે. જુના બસ સ્ટેશન પાછળ દરગાહ પાસે મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે 350 રૂપિયાની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News