મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત


SHARE











મોરબી જિલ્લાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર એનાયત

ભારત સરકાર દ્વારા મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ત્રણ આયુષ્માન આરોગ્ય મંદિરોને બાર સર્વિસ પેકેજ માટે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ સિધ્ધિ જિલ્લામાં આરોગ્ય સેવાઓની ગુણવતા અને પ્રભાવશીલતાનું ઉન્નત સ્તર પ્રદર્શીત કરે છે.

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં કેંદ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નેશનલ એસેસરો દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી વિવિધ આરોગ્ય સેવાઓ જેવી કે પ્રાથમિક આરોગ્ય ચકાસણી, માતૃત્વ સેવાઓ જેમ કે ગર્ભવતી મહિલાઓ માટે સક્રિય દેખરેખ અને સલાહ તેમજ બાળ અને શિશુ આરોગ્ય સેવાઓ જેમ કે બાળકોના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી આરોગ્ય સેવાઓ, કુપોષણ નિવારણ, કુટૂંબ ક્લ્યાણ, કિશોર આરોગ્ય સંભાળ, ચેપી અને બિન ચેપી રોગોનું નિદાન અને સારવાર, ઇમરજન્સી આરોગ્ય સેવાઓ, માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ માટે માર્ગદર્શન, આયુષ & યોગ પધ્ધતીઓ દ્વારા આરોગ્ય સેવાઓ, શાળાના બાળકો માટે આરોગ્ય ચેક અપ અને સારવાર વગેરે માટે નિયમિત ગુણવતા ચકાસણી,દર્દી કેંદ્રીત સેવાઓની ઉપલબ્ધ્તાઓ,સ્ટાફની કામગીરી અને આ બાબતે જાણકારી અને અન્ય તમામ માપદંડોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર તાલુકાના ખીજડીયા ૯૫.૧૬%, હોલમઢ ૯૫.૯૭% અને ધમાલપર ૯૪.૩૫% સાથે રાષ્ટ્રીય કક્ષાનું NQAS (National Quality Assurance Standards) પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. આ  તકે મોરબી જિલ્લા ક્વોલિટી એશ્યોરન્સ મેડિકલ ઓફિસર ડો.હાર્દિક રંગપરિયાએ જણાવેલ કે આ સિધ્ધિ આરોગ્ય કેંદ્રોમાં સારા મેનેજમેન્ટ, સુસજ્જ સુવિધાઓ અને સમર્પિત આરોગ્ય કર્મચારીઓની મહેનતનું પરિણામ છે અને ભવિષ્યમાં પણ મોરબી જિલ્લાના અન્ય વધુ આયુષ્માન આરોગ્ય મંદિરો નેશનલ લેવલે પ્રમાણીત થાય તે માટે કાર્યવાહી ચાલુ છે.






Latest News