મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવી કોમેન્ટ ઇન્સ્ટગ્રામમાં કરનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાઈ તેવી કોમેન્ટ ઇન્સ્ટગ્રામમાં કરનારા બે શખ્સ સામે ગુનો નોંધાયો

મોરબીમાં થોડા સમય પહેલા ખાટકીવાસ પાસે ગૌરક્ષકો ઉપર હુમલો કરવાનો બનાવ બન્યો હતો અને તેને લઈને જે વિડિયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ થયા હતા તેમાં હિન્દુ સમાજની લાગણી દુભાય તે રીતની કોમેન્ટો કરવામાં આવી હોવાથી મોરબીના ગૌરક્ષક દ્વારા બે જુદા જુદા ઇન્સ્ટગ્રામ આઈડીના ધારકો સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

મોરબીના લીલાપર રોડ પર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનભાઈ રૂંજા (37)એ ઇન્સ્ટગ્રામ આઇ.ડી sp-samir-47 અને ઇન્ટાગ્રામ આઇ.ડી s4hidz ના ધારકો સામે મોરબી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે થોડા દિવસો પહેલા મોરબીના ખાટકીવાસ પાસે ગૌરક્ષકો પર હુમલો કરવામાં આવ્યો હતો જેને લગતા વિડીયો સોશ્યલ મીડિયાની અંદર મુકવામાં આવ્યા હતા અને તે વિડીયો ઉપર બંને ઇન્સ્ટગ્રામ આઈડીના ધારકો દ્વાર ધર્મની લાગણી દુબઈ તે રીતે પોતાના ઇન્સ્ટગ્રામમાંથી કોમેન્ટોમાં ગાળો લખવામાં આવી હતી અને બે કોમ વચ્ચે સુલે શાંતિનો ભંગ થાય તેમ ધિક્કાની લાગણી ફેલાય તે પ્રકારની કોમેન્ટો લખવામાં આવી હતી જેથી હાલમાં કમલેશભાઈ રૂંજા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બાઇક ચોરી

હળવદના રણમલપુર ગામે દેવજીભાઈ પટેલના ઘર પાસે રણમલપુર ગામે રહેતા પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (60) નામના વૃદ્ધે બાઈક નંબર જીજે 13 એમએમ 7253 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજાર રૂપિયાની કિંમતનું બાઈક કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલ વૃદ્ધે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજીવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વોડાફોન સ્ટોર સામે લેટેસ્ટ સ્પા નીચેના ભાગે રોડ ઉપરથી પોલીસે એક શખ્સને પકડ્યો હતો અને તેને ચેક કરતાં તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ સાથે મહેન્દ્રભાઈ શામજીભાઈ સોલંકી (24) રહે ઇન્દિરાનગર શેરી નં- 4 મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

એક બોટલ દારૂ

ટંકારા નજીક આવેલ આર્યવ્રત શાળાની પાછળના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી દિનેશભાઈ નગરસિંમોહનીયા (33) રહે. આર્યવ્રત શાળાની પાછળના ભાગમાં વાડીમાં ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે.






Latest News