મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત


SHARE







મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત
 
મોરબીના જેતપર રોડ ઉપર સોમનાથ પેટ્રોલ પંપ નજીક ગઈકાલે રાત્રિના દસેક વાગ્યાના અરસામાં યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઇક સ્લીપ થઈ જતા પડી જવાથી માથા અને શરીરે થયેલી ગંભીર ઇજાઓને પગલે યુવાનનું મોત નિપજયુ હતું.બનાવને પગલે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
 
વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર-પીપળી રોડ ઉપર આવેલા રંગપર ગામ પાસે સોમનાથ પેટ્રોલ પંપ નજીક સોમનાથ પેટ્રોલ પંપ અને બેલા વચ્ચે રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેમાં શ્રીકેશ સિયારામ ગુર્જર (૨૫) મૂળ રહે.રાજસ્થાન હાલ રહે. ઇટાઝોન ગ્રેનાઈટો બેલા તા.જી.મોરબીનું બાઈક સ્લીપ થવાથી માથા અને શરીરે ગંભીર ઇજાના પગલે શ્રીકેશ ગુર્જરનું મોત નીપજ્યું હતું. મૃતકના ડેડબોડીને અત્રેની સિવિલે લાવવામાં આવ્યુ હતી઼ુ.મૃતકના કાકા તુલસીરામભાઈ તેના મૃતદેહને સિવિલે લાવ્યા હતા.બાદમાં પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના નિરવભાઈ મકવાણાએ પ્રાથમિક તપાસ કરી હતી.વધુમાં મળતી માહિતી પ્રમાણે મૃતક શ્રીકેશ ગુર્જરની સગાઈ થયેલી હતી અને લગ્ન થયેલા ન હતા.હાલ તે કયા કારણોસર રાત્રે બાઈક લઈને કામ સબબ  નીકળ્યો હતો તે સહિતની બાબતો માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

ઝેરી દવા પીધી

મોરબીમાં ભડિયાદ કાંટા પાસે આવેલ જવાહર સોસાયટીમાં રહેતા રમણભાઈ કરસનભાઈ સોલંકી (19) નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.તેમ પોલીસ સુત્રોએ જણાવેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા આયસાબેન સલીમભાઈ (48) નામના મહિલાને રોહીદાસપરા વિસ્તાર પાસે કોઈ અજાણ્યા બાઈકના ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

બાળક સારવારમાં

માળીયા (મી)ના જાજાસર ગામે રહેતો કુલદીપ ઉકાભાઇ મકવાણા (7) નામનો બાળક તેના દાદા સાથે રિક્ષામાં વાડીએ જઈ રહ્યો હતો ત્યારે રિક્ષા પલટી જવાના કારણે અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં બાળકને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News