મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો

મોરબીના ભરતનગર ગામ પાસે આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે તાજેતરમાં મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશનના ઇનોવેશન સેલ (MIC), AICTE તથા શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ & કમ્પ્યુટર સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાની IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હતો

આ કાર્યક્રમમાં આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજના ચેરમેન પ્રસાદભાઈ ગોરીયા, કોલેજના ડાયરેક્ટર ડો. રમેશ કૈલા, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ આઈપી કોમર્શિયલ ટ્રાન્સફર મેનેજર શ્યામ સુંદર, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈક્યુબ સેન્ટરના સીઈઓ પાર્થ સેજપાલ, અમદાવાદ ઇનોવેશન કાઉન્સિલિંગ સેલના કોર્ડીનેટર મિતેશ વાઢેર અને મારવાડી યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડન્ટ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં પ્રથમ સેશનમાં ઇનોવેશન ઇન્સ્ટિટયૂટ કાઉન્સિલિંગ દ્વારા પેટર્ન ડિઝાઇન કઈ રીતે રજીસ્ટર કરવું અને વિદ્યાર્થીઓને કઈ રીતે માહિતગાર કરવા સરકાર દ્વારા ગ્રાન્ટ આપવામાં આવે છે તેનું સચોટ માર્ગદર્શન મિતેશભાઇ વાઢેરે આપ્યું હતું.

ત્યારબાદ મારવાડી યુનિવર્સિટીના આઇઆઇસી વાઈસ પ્રેસિડેન્ટ દ્વારા કોલેજે કઈ કઈ ઇવેન્ટ કરવી તેનું એન્ટરપ્રિન્ટ માટેનું માર્ગદર્શન એક્સપર્ટો ટોક વિદ્યાર્થીઓને એન્ટરપ્રિન્યોરશિપ માટેના પ્રોગ્રામો અને તેનું રિપોર્ટિંગ વિશેની સુંદર માહિતી આપેલ હતી તો શ્યામસુંદરભાઈએ સમગ્ર ભારતમાં ઇનોવેશન સેલ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા કઈ કઈ એક્ટિવિટી કરવામાં આવે છે વિદ્યાર્થીની પેટર્ન અને ફેકલ્ટીની પેટન કઈ રીતે કોમર્શિયલાઈઝ કરવામાં આવે સ્ટાર્ટઅપ માટેના સ્ટેપ તેમજ વિદ્યાર્થીઓ સુધી સચોટ માહિતી કઈ રીતે આપી શકાય તેનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું

કાર્યક્રમના અંતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇક્યુબ સેન્ટરના સીઇઓ પાર્થભાઈ સેજપાલ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા પ્રોગ્રામ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ એફડીપી તેમજ દરેક કોલેજને આઇઆઇસીનું રિપોર્ટિંગ કઈ રીતે કરવું તેની સમગ્ર માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન આર્યતેજ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. હિરેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું.






Latest News