મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત


SHARE







મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત

મોરબીમાં મનપા દ્વારા માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી કરવામાં આવે છે અને માલધારીઓ પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે જેથી કરીને માલધારી સમાજના લોકોએ આજે કલેક્ટર કચેરી ખાતે જઈને આવેદન પત્ર આપીને માલઢોર પકડવાની અને દંડ લેવાની કામગીરી બંધ કરવાની તેમજ તેઓના વાડાઓને કાયદેસર કરી આપવાની માંગ કરેલ છે.

મોરબી માલધારી સમાજના આગેવાન રામજીભાઈ રબારીની આગેવાનીમાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યુ છે કે, મોરબીમાં તેમજ આસપાસના ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી માલધારી સમાજના લોકો રહે છે અને પોતાના માલઢોર રાખીને પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે, મનપા દ્વારા પશુપાલકને પશુ અંગે લાયસન્સ લેવું ફરજીયાત છે તેવું કહેવામા આવે છે અને લાયસન્સ ત્યારે મળે જયારે તે લોકો પાસે પોતાના માલઢોર રાખવા માટે મિલકત હોય. જો કે, માલધારી પાસે વર્ષોથી તેઓના માલઢોર રાખવા માટે વાડા હોય છે અને તે કાયદેસર કરવા માટે એક નહીં અનેક વખત રજૂઆત કરવામાં આવેલ છે પરંતુ સરકાર દ્વારા તેના માટેનો કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી. અને ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખરાબા તથા ગૌચરની જમીનમાં દબાણ કરવામાં આવેલ છે તે તમામ દબાનોને તાત્કાલીક દૂર કરવાની કાર્યવાહી કરીને માલધારીઓના માલઢોર ત્યાં રાખવા માટે જગ્યા આપવામાં આવે તેમજ માલધારીઓના ઢોર પકડવા માટેની કામગીરી મનપા દ્વારા કરવામાં આવે છે અને માલધારી પાસેથી 4 હજાર રૂપિયા જેવો દંડ લેવામાં આવે છે. જે બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે. અને મોરબીમાં જે જગ્યાએ માલધારી સમાજના વાડાઓ આવેલ છે તે કાયદેસર કરી દેવાની માંગ કરેલ છે.






Latest News