મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીની દેવ સોલ્ટ દ્રારા જાજાસર ગામે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ


SHARE







મોરબીની દેવ સોલ્ટ દ્રારા જાજાસર ગામે શાળાના બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ

સેવાકીય પ્રવૃતિઓ માટે હમેશા તત્પર રહેતા દેવ સોલ્ટ પ્રા.લી. દ્વારા માળીયા (મિં.) તાલુકાનાં છેવાડાના એવા જાજાસર ગામની પ્રાથમિક શાળામાં ધો.૧ થી ૮ માં અભ્યાસ કરતાં ૧૧૧ વિધ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જાજાસર પ્રાથમિક શાળાના આચાર્ય સાથેની શુભેચ્છા મુલાકાત દરમિયાન દેવ સોલ્ટને જાણ થઈ કે તેમની શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આર્થિક રીતે અસક્ષમ હોવાથી શૈક્ષણિક સામગ્રી ખરીદી શકે તેમ નથી.તે વાતને ધ્યાનમાં લઇને તાત્કાલીક દેવ સોલ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ વિતરણ સમયે દેવ સોલ્ટ પ્રા.લી. વતી વિવેકભાઇ ધૃણા, જાજસર ગામના સરપંચ વિક્રમભાઈ સવસેટા, ઉપસરપંચ મનુભાઈ ગોગરા ગામના આગેવાન કાનાભાઇ સવસેટા તેમજ જાજાસર પ્રાથમિક શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. આ શૈક્ષણિક કીટના વિતરણ બદલ જાજાસર પ્રાથમિક શાળા તથા જાજાસર ગ્રામ પંચાયત દ્વારા દેવ સોલ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News