મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈએ યોજાશે


SHARE











મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઈયોજાશે

લોકોની ફરિયાદોના નિવારણ માટે મોરબી શહેરી અને તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ આગામી તા. 23 ના રોજ જુલાઈ માસનો ફરિયાદ નિવારણ કાર્યક્રમતાલુકા અને શહેર મામલતદાર કચેરી ખાતે યોજાશે. જેમાં શહેર માટે મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ વેજીટેબલ રોડ મોરબી અને તાલુકા માટે લાલબાગ તાલુકા સેવા સદન મોરબી ખાતે કાર્યક્રમ યોજાશે.

આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં મોરબી સીટી તાલુકા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો ૧૦ જુલાઈ સુધીમાં મોરબી (શહેરી) તાલુકા કક્ષાએ સીટી મામલતદાર કચેરીને તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ હેઠળની અરજી સ્વરૂપે પહોંચતા કરવાના રહેશે. આ અરજીના મથાળે તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમલખવાનું રહેશે. તાલુકા સ્વાગતમાં અરજી કરતા પહેલા કોઇપણ અરજદારે મોરબી સીટી તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીને પ્રથમ લેખિતમાં અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોય, અગાઉ સંબંધીત ખાતામાં કરેલ રજૂઆતનો આધાર રજૂ કરવો તેમજ આપવામાં આવેલ જવાબ/પ્રત્યુત્તરની ઝેરોક્ષ નકલ અરજી સાથે રાખવી. અરજદારે અરજીમાં પોતાનું નામ, સરનામુ અને ફોન નંબર પણ દર્શાવવાના રહેશે. અરજકર્તાનો પ્રશ્ન પોતાનો હશે તો જ ધ્યાને લેવાશે. અને અગાઉ તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો રજૂ કરી શકાશે નહીં કે ધ્યાને લેવાશે નહી તેવું અધિકારી યાદીમાં જણાવાયું છે.






Latest News