મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં


SHARE







મોરબીના નાગડાવાસ પાસેનો બનાવ રીક્ષા ભેંસની સાથે અથડાતા બે લોકો સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર નાગડાવવા ગામ પાસે વાહન અકસ્માત બનાવ બન્યો હતો.જેમાં ભેંસની સાથે રીક્ષા અથડાતા રીક્ષામાં સવાર બે લોકોને ઈજા થતાં સારવાર માટે ખસેડાયા હતા.મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે નાગડાવાસ ગામની પાસે ભેંસની સાથે રીક્ષા અથડાઈ હતી.જે બનાવમાં રમજુભાઈ અલીભાઈ (૬૦) રહે.પંચાસર રોડ મોરબી તથા સોયબ રમજુભાઈ ઘાંચી (૪૦) રહે.નિધિપાર્ક મોરબીને સારવાર માટે અત્રે સિવિલ લાવવામાં આવ્યા હતા.બનાવને પગલે તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મહિલા સારવારમાં

મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાનામાં રહેતા મૂળ એમપીના રહેવાથી મીનાબેન સોનું (35) નામની મહિલાનો ભાઈ અને તેના ભાઈનો મિત્ર બને ઝઘડો કરતા હતા ત્યારે વચ્ચે પડતા મોઢાના ભાગે પાઇપ વાગ્યો હતો જેથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના કોલી ગામે રહેતા ભરતભાઈ બાબુભાઈ શેરસીયા (47) નામનો યુવાન મોરબીના પંચાસર રોડ પર આવેલ મામાદેવના મંદિર પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઇક થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઈજા થવાના કારણે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસે જાણ કરવામાં આવી છે.

સગીર સારવારમાં

મોરબીના વાવડી રોડ રહેતા ક્રિષ્નાભાઈ ખોડાભાઈ (17) નામના સગીરને વાવડી રોડ પર ગૌશાળા પાસે મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

દવા પી જતાં સારવારમાં

હળવદમાં સંદીપભાઈની વાડીએ રહેતા જીગ્નેશભાઈ અતુલભાઇ નાયક (19) નામનો યુવાન ઘાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને પ્રાથમિક સારવાર માટે હળવદ અને ત્યારબાદ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News