મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP


SHARE











મોરબી 602 જમીન કૌભાંડમાં મહિલા સહિત બે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર, મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓ પકડાશે: DYSP

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે અને આ ગુનામાં મહિલા સહિત બે આરોપીને પકડવામાં આવ્યા હતા અને તે બંને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અને આ ગુનામાં હજુ મુખ્ય સૂત્રધાર સહિતના બીજા ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેવું તપાસનીસ ડીવાયએસપીએ પત્રકારોને જણાવ્યુ છે.

મોરબીના ચકચારી 602 જમીન કૌભાંડની ગત માર્ચ માહિનામાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખાતે શાંતાબેન પરમાર અને તરઘરી ગામના સરપંચ સાગર ફૂલતરિયા સામે ફરિયાદ નોંધાયેલ છે અને આ ગુનામાં અન્ય લોકોની પણ સંડોવણી હતી જેથી ફરિયાદી મોરબી એસપીના તાબામાં આ ગુનાની તપાસ યોગ્ય રીતે થશે નહીં તેવી સરકારમાં રજૂઆત કરી હતી જેથી કરીને આ કેસની તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવી હતી જેથી કરીને ડીવાયએસપી આર.એસ. પટેલ તપાસ કરી રહ્યા હતા અને તેઓની ટીમે આ ગુનાના કામે હાલમાં હેતલબેન વિજયભાઈ ભોરણિયા (34) રહે.રામકુષ્ણનગર ગોપાલ સોસાયટી મોરબી અને ભરતભાઇ પોલજીભાઇ દેગામા (41) રહે. સરદારનગર ખાખરેચી માળીયા મિયાણા જી.મોરબી ની ધરપકડ કરી હતી આ બંને આરોપીને 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે મોરબીની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટે બંને આરોપીના તા.8 સુધી એટ્લે કે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

જેથી હવે આરોપીએ બોગસ ડૉક્યુમેન્ટ બનાવવા માટે ઉપયોગમાં લીધેલ મશીનરી અને અન્ય સાહિત્ય કબ્જે કરવા માટેની કાર્યવાહી કરવામાં આવશે તેમજ બાકીના આરોપીઓને પકડવા માટે જુદીજુદી દિશામાં તપાસના ચક્રોગતિમાન કરવામાં આવશે. અને આ ગુનામાં હજુ ઘણા આરોપીઓને પકડવાના બાકી છે તેવી માહિતી સીઆઇડી ક્રાઇમના ડીવાયએસપી આર.એસ. પટેલ દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી અને જેમ જેમ આરોપીઓ સામેના પુરાવા આવતા જશે તેમ તેમ આરોપીઓને પકડવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, જમીનના મૂળ માલિકની જાણ બહાર અંદાજે 35 કરોડની કિંમતી જમીન હડપ કરી લેવા માટે આ કૌભાંડ કરવામાં આવ્યું હતું અને અને આમાં આગામી દિવસોમાં મોટા કડાકા ભડાકા થાય તેવી શક્યતા છે.






Latest News