મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે


SHARE











મોરબી જલારામ ધામ ખાતે રવિવારે ડો.પ્રવિણભાઈ તોગડીયાની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક યોજાશે

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયા, આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ પ્રમુખ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી સહીતનાં અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબી ખાતે બેઠક યોજાશે.

મોરબી શ્રી જલારામ ધામ ખાતે આગામી તા.૬-૭-૨૫  રવિવાર ના રોજ સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકનું આયોજન કરવામાં આવેલ છે.જે બેઠક માં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સંસ્થાપક અધ્યક્ષ હિન્દુ હ્રદય સમ્રાટ મા.ડો. પ્રવિણભાઈ તોગડીયા વિશેષ ઉપસ્થિત રહેશે.તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય મહામંત્રી તથા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળસિંહ ખુમાણ, ડો. ગજેરા સાહેબ, સૌરાષ્ટ્ર પ્રાંતના ઉપાધ્યક્ષ ગીરીશભાઈ ઘેલાણી, બકુલભાઈ ખાખી, જગદીશભાઈ વડોદરીયા, શશીકાંતભાઈ પટેલ સહીતના અગ્રણીઓની ઉપસ્થિતીમાં બેઠક યોજાશે.આ બેઠક માં સંગઠનના વિસ્તરણ તેમજ સંસ્થાના આગામી કાર્યક્રમો વિશે ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવશે. બેઠકને સફળ બનાવવા મોરબી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ સી.ડી.રામાવત, ઉપાધ્યક્ષ પ્રતાપભાઈ ચગ, તાલુકા અધ્યક્ષ ધર્મેન્દ્રભાઈ કાલરીયા, શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ,નરેન્દ્રભાઈ પાઁઉ, રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જીલ્લા અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, શ્યામભાઈ ચૌહાણ, લખનભાઈ કક્કડ, હિતેશભાઈ જાની, કૌશલભાઈ જાની સહિતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.






Latest News