હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું


SHARE











મોરબીના ફાટસર ગામે રહેતા આધેડે બીમારીથી કંટાળીને જીવન ટૂંકાવ્યું

મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકી પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને તે પોતાની બીમારીથી કંટાળી ગયેલ હોય પોતે પોતાના ઘરની અંદર જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકાર ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક આધેડના દીકરાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ફાટસર ગામે ઇન્દિરા આવાસમાં રહેતા રમેશભાઈ પેથાભાઇ પરમાર (55) નામના આધેડે પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક રમેશભાઈના દીકરા ભરતભાઈ રમેશભાઈ પરમાર (20) રહે, હાલ વીસીપરા શાંતિવન સ્કૂલની પાસે મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક આધેડને છેલ્લા સાતથી આઠ વર્ષથી મગજની બીમારી હતી અને ક્યારેક ક્યારેક આંચકીઓ પણ આવતી હતી જેની દવા ચાલુ હતી અને બીમારીથી કંટાળીને તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન સારવારમાં

મોરબીના અમરાપર ગામે રહેતા સાગરભાઇ ધરમશીભાઈ ગળચર નામનો ૩૦ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો તે સમયે તેના ગામ પાસે આવેલ મેલડી માતાના મંદિર નજીક તેનું બાઇક કારની સાથે અથડાતા સર્જાયેલ અકસ્માતમાં ઈજા થતા તેને અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબી તાલુકાના પાનેલી ગામે રહેતા કુંવરજીભાઈ કરમશીભાઈ ચાવડા નામના ૪૦ વર્ષીય યુવાનને પાનેલી ગામે આવેલ મેલડી માતાના મંદિર નજીક બાઇક સાથે બાઇક ટકરાતા અકસ્માત બનાવમાં ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા.

કાર સાથે કાર અથડાતા ઈજા

મોરબીના માણેકવાડા ગામ પાસે કારની સાથે કાર અથડાવાનો બનાવ બન્યો હતો.જેમાં દિવ્યાંગ બાબુભાઈ કુંભરવાડિયા (ઉમર ૩૫) રહે. ફડસર તા.મોરબીને ઇજા થતા અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબી તાલુકાના જીવાપર (ચકમપર) ગામે રહેતા પરિવારની ક્રિષ્ના બીપીનભાઈ હમીરપરા નામની નવ વર્ષની બાળકી મોટરસાયકલમાં બેસીને ગામના ચોક પાસેથી જતા હતા ત્યાં મંદિર નજીકથી બાઈકમાંથી નીચે પડી ગઈ હતી અને તેથી તેને સારવાર માટે સાગર હોસ્પીટલે લઇ જવામાં આવી હતી.






Latest News