મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફિસ ખોલવા જયંતિભાઈ વિડજાની મંત્રીને રજૂઆત


SHARE







મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફિસ ખોલવા જયંતિભાઈ વિડજાની મંત્રીને રજૂઆત

 મોરબીના શનાળા રોડે અગાઉ સબ પોસ્ટ ઓફિસ હતી જેને મેઇન મર્જ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં સિનિયર સિટીઝનો તેમજ પોસ્ટ વિભાગની સાથે જેને કામકાજ રહેતું હોય છે તેવા લોકોને હેરાન થવું પડે છે જેથી કરીને મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં કોઇ પણ જગ્યાએ નવી પોસ્ટ ઓફિસ બનાવવામાં આવે તેના માટે મોરબી નગરપાલિકાના સદસ્ય દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના પંચાયત વિભાગના મંત્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ પટેલ કોલોનીમાં રહેતા મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર-૯ ના સદસ્ય જયંતિલાલ ગોવિંદભાઈ વિડાજા દ્વારા હાલમાં ગુજરાત રાજ્યના પંચાયત મંત્રીબ્રિજેશભાઇ મેરજાને લેખિતમાં રજૂઆત કરી છે તેમાં જણાવ્યું છે કે, મોરબી શહેરના સનાળા રોડ ઉપર અગાઉ સબ પોસ્ટ ઓફિસ હતી જેને મેઇન પોસ્ટ ઓફિસમાં મર્જ કરવામાં આવી હોવાથી હાલમાં મોરબી સનાળા રોડ, રવાપર રોડ, સનાળા ગામ અને રવાપર ગામથી લોકોને પોસ્ટ ઓફિસનું કોઈ કામકાજ હોય તો શહેરની મધ્યમાં આવેલ મુખ્ય પોસ્ટ ઓફિસ સુધીનો ધક્કો થતો હોય છે જેથી કરીને સિનિયર સિટિઝન અને પોસ્ટ વિભાગ સાથે કામકાજ હોય તે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

જેથી કરીને આ લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડની આસપાસના વિસ્તારમાં કોઇપણ જગ્યાએ જો નવી પોસ્ટ ઓફિસને કાર્ય કરવામાં આવે તો મોરબીના સિનિયર સિટીઝન તેમજ મોરબીમાં પોસ્ટ વિભાગની સાથે જે લોકોને કામકાજ રહેતું હોય છે તે લોકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ બની શકે તેમ છે જેથી કરીને મોરબીના લોકોની સુવિધામાં વધારો થાય તે માટે વહેલી તકે મોરબીના શનાળા રોડ ઉપર નવી પોસ્ટ ઓફીસ ખોલવામાં આવે તેવી તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે

વધુમાં તેમણે જણાવ્યું છે કે મોરબીના શનાળા રોડ ઉપર કોઈપણ પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવશે તો મોરબી શહેરની મધ્યમાં આવેલ પોસ્ટ ઓફિસ સુધી પોસ્ટ વિભાગને લગતી કામગીરી માટે આવતા લોકોનો ટ્રાફિક શહેરમાંથી ઘટી જશે અને નગરજનોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ આંશિક રાહત મળશે જેથી કરીને શનાળા રોડે નવી પોસ્ટ ઓફિસ કાર્યરત કરવામાં આવે તેનાથી લોકોની સુખાકારીમાં વધારો થશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી






Latest News