માળીયા (મી)ના ચીખલી ગામે એસએમસીની રેડ: 750 લિટર, 35 બોક્ષ લાટા સહિત 4.12 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાના નિવાસ્થાને મોરબીમાં નુતન વર્ષનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાયો સરકારે પ્રત્યુતર ન આપતા કર્યો ખેડૂતોએ હુંકાર: મોરબીના જેતપર ગામે 10 જાન્યુઆરી 2027ના રોજ યોજાશે કિસાન અધિકાર મહાપંચાયત  છત્રપતિ શાહુજી મહારાજ પ્રોત્સાહક ઇનામ યોજના: મોરબી જિલ્લાના ૯ તેજસ્વી તારલાઓને ૧.૦૫ લાખની આર્થિક સહાય અપાઈ મોરબી ખાતે આઈ.ટી.આઈ.નો પાંચમો કૌશલ દીક્ષાંત સમારોહ યોજાયો મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વિશ્વ શૌચાલય દિવસની ઉજવણી મોરબી શહેર, તાલુકા અને વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના 3 બનાવમાં 3 યુવાનોના મોત હળવદના કોયબા ગામે થ્રેસરનું સેટિંગ કરતા માથું ટ્રેક્ટરની પેટી-ટોપલીગ વચ્ચે ફસાઈ જતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો


SHARE







































વાંકાનેરમાં ઇજાગ્રસ્ત દિયરની ખબર પૂછવા આવેલ ભાભી-ભત્રીજી ઉપર પાડોશી શખ્સે કર્યો પાઇપ વડે હુમલો

વાંકાનેરના અમરસર નવાપરામાં રહેતા દિયરની સાથે અગાઉ બોલાચાલી ઝઘડોને માર માર્યો હતો જેથી તેને ફ્રેકચર જેવી ઇજા થયેલ હતી જેથી ઇજા પામેલ દિયરની ખબર કાઢવા માટે ભાભી અને ભત્રીજી રાજકોટથી આવ્યા હતા જે ઇજા પામેલા દિયરની સામે માથાકૂટ કરનારા શખ્સને સારું નહિ લગતા તેને મહિલા, તેના સાસુ અને દીકરી ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો અને ત્રણેય વ્યક્તિને માર માર્યો હતો જેથી ઈજા પામેલ મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ રાજકોટના રામનાથપરા ભવાનીનગર-1 માં રહેતા સોનલબેન રમેશભાઈ ધંધુકિયા (39)એ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે મુકેશભાઈ વેરશીભાઈ સીતાપરા રહે. અમરસર નવાપરા વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીના દિયર વિનોદભાઈ સાથે આરોપીએ અગાઉ બોલાચાલીને ઝઘડો કર્યો હતો જેથી ફરિયાદીના દિયર વિનોદભાઈને હાથમાં ફ્રેકચર જેવી ઈજા થઈ હોવાથી ફરિયાદી તથા તેની દીકરી પૂજા રાજકોટથી વાંકાનેર ખબર પૂછવા માટે થઈને આવ્યા હતા જે આરોપીને સારું નહીં લાગતા તેણે ફરિયાદી તથા સહેદોની સાથે બોલાચાલી કરીને ઝઘડો કર્યો હતો અને જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને ત્યારબાદ લોખંડના પાઇપ વડે હુમલો કરીને ફરિયાદીને વાસાના ભાગે તથા તેના સાસુ મોતીબેનને ડાબા હાથમાં અને ફરિયાદીની દીકરી પૂજાને બંને હાથમાં લોખંડના પાઇપ વડે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજાગ્રસ્ત ત્રણે મહિલાઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે














Latest News