માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા


SHARE











મોરબીના લાલપર પાસે ડિવાઇડર કૂદીને ઇકો ગાડી સર્વિસ રોડ ઉપર બાઈક સાથે અથડાતાં આધેડને પેટની હોજરી અને પગમાં ગંભીર ઇજા

મોરબીના લાલપર ગામ પાસેથી બાઈક લઈને આધેડ પસાર થઈ રહ્યા હતા દરમિયાન વાંકાનેર બાજુથી મોરબી તરફ આવી રહેલ ઇકો ગાડીના ચાલકે વાહનના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા ઈકો ગાડી ડિવાઇડર કૂદીને સર્વિસ રોડ ઉપર આવી ગઈ હતી અને બાઈકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં આધેડને પેટની હોજરી, ડાબા પગના જોઈન્ટ અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત આધેડના ભત્રીજાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

ભીલવાડા જિલ્લાના શાહપુર તાલુકાના નવી અરણી ગામે રહેતા દિનેશ રામકિશન છછીયાર (28)એ ઇકો ગાડી નંબર જીજે 3 એચઆર 4852 ના ચાલકની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર લાલપર ગામ પાસે પાવર હાઉસ નજીક સોલો સિરામિક સામે સર્વિસ રોડ ઉપરથી તેઓના કાકા મહાદેવભાઈ હીરાભાઈ ગુર્જર તેનું બાઇક નંબર આરજે 51 એસએલ 0695 લઈને પસાર થઈ રહ્યા હતા અને લાલપરથી રફાળેશ્વર ગામ તરફ જવાના સર્વિસ રોડ ઉપરથી તેઓ જતા હતા ત્યારે સોલો સીરામીક પાસે ઇકો ગાડીના ચાલકે બેફિકરાઈથી પોતાની ગાડી ચલાવી હતી અને વાંકાનેરથી મોરબી તરફ આવી રહેલ ઇકો ગાડીના ચાલકે ડિવાઈડર કૂદીને સર્વિસ રોડ ઉપર તેની ઇકો ગાડી લઈ આવી હતી અને ફરિયાદીના કાકાના બાઈકની સાથે અથડાવી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં ફરિયાદીના કાકા મહાદેવભાઈને ડાબા પગના જોઈન્ટમાં ફ્રેક્ચરમ પેટની પેટની હોજરીમાં ઈજા અને શરીરે ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

વરલી જુગારની બે રેડ

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર સાયન્ટિફિક કારખાના પાછળ જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મહેશભાઈ બળદેવભાઈ ચારલા (21) રહે. ભીમગુડા તાલુકો વાંકાનેર વાળો મળી આવતા પોલીસે તેની પાસેથી 460 ની રોકડ કબજે કરી હતી. આવી જ રીતે સરતાનપર રોડ ઉપર આગમન હોટલની પાછળના ભાગમાં વરલી જુગારની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી વરલી જુગારના આંકડા લેતા મેલાભાઈ ધીરુભાઈ રાઠોડ (22) રહે. સરતાનપર તાલુકો વાંકાનેર વાળો મળી આવતા તેની પાસેથી 550 રૂપિયાની રોકડ કબ્જે કરી હતી અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને ગુના નોંધાયેલ છે.




Latest News