મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ


SHARE







મોરબીમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ છે ?: કલેક્ટર પાસે જવાબ માંગતા કોંગ્રેસનાં પ્રમુખ

મોરબીમાં વહીવટી તંત્રના વડા કલેક્ટરની હાજરીમાં તાજેતરમાં સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેને લઈને જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કલેક્ટર પાસેથી સંવિધાન હત્યા દિવસની ઉજવણીનો કાર્યક્રમ કોની સૂચનાથી અને કોના આદેશ કે પરિપત્રથી કરવામાં આવેલ હતો તેની માહિતી માંગવામાં આવેલ છે.

મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરેલ છે કે, મોદી સરકારના મનસ્વી અને ભ્રષ્ટ વહીવટથી દેશમાં છેલ્લા ૧૧ વર્ષથી અઘોષિત ઈમરજન્સીનો જનતા ભોગ બની રહી છે ત્યારે રોજબરોજ સંવિધાનના ધજીયા ઉડી રહ્યા છે એજ ભ્રષ્ટ ભાજપા સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરે...? આ કટોકટી લગાવ્યાના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર મોરબી મુકામે સુવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કલેક્ટર તથા જીલ્લા સરકારી તંત્ર ઉપસ્થિત હતું આ કાર્યક્રમ કોની સુચનાથી કરવામાં આવેલ છે. તેમજ આવો કાર્યક્રમ સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં આવેલ છે કે કેમ ? જેની લેખીતમાં જાણ કરવા જણાવ્યુ છે. જે કટોકટી લાગેલ તે કટોકટી પણ ભારતીય બંધારણ મુજબ લગાવવામાં આવેલ તો તેને સંવિધાન હત્યા દિવસ કઈ રીતે કહી શકાય ? આવા કાર્યક્રમો આપી વહીવટી તંત્રએ લોકશાહીનું અપમાન કરેલ છે. તેમજ ભારતીય બંધારણની માન મર્યાદા જાળવવાનું મોરબી વહીવટી તંત્ર ચુકી ગયેલ છે. અને આવો કાર્યક્રમ કરવા માટે સરકારે સુચના કે પરિપત્રથી જાણ કરેલ હોય તો તેની માહિતી આપવા માટેની માંગ કરેલ છે.






Latest News