બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ 11,500 ની રોકડ સાથે પકડાયા: ખાખરેચી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં 


SHARE











મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ 11,500 ની રોકડ સાથે પકડાયા: ખાખરેચી ગામના યુવાને ઝેરી દવા પી લેતા સારવારમાં 

મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પચ્ચીસ વારીયામાં પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા ત્રણ શખ્સો મળી આવ્યા હતા જેથી પોલીસે 11,500 ની રોકડ કબજે કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ દલવાડી સર્કલ પાસે પચ્ચીસ વારીયા પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં રેડ કરવામાં આવી હતી ત્યારે શંકરભાઈ જયંતી ભાઈ દેલવાણીયા (25) રહે. પચ્ચીસ વારીયા મોરબી, ફારુકભાઈ ફતેમામદભાઇ મોર (25) રહે. નવા અંજીયાસર અને સુરેશભાઈ હુસેનભાઇ ભરવાડીયા (21) રહે. રવાપર ઘુનડા રોડ મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 11,500 ની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

યુવાન ઝેરી દવા પી લેતા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેતો ભાવિકભાઈ રમેશભાઈ પારજીયા (28) નામના યુવાને કચ્છના ભચાઉ ખાતે આવેલ મોગલ ધામ કબરાઉ નજીક ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં મળતી વિગત પ્રમાણે ભાવિકભાઈ અણીયારી ચોકડી પાસે ગેરેજનું કામ કરે છે અને ગેરેજ બરાબર ચાલતું ન હતું તેવું સામે આવ્યું છે જો કે, યુવાને કયા કારણો પગલું ભર્યું છે તે દિશામાં આગળની તપાસ ચાલી રહી છે.






Latest News