મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારાના રોહીશાળા નજીક વોકળા પાસે બાઇક લેવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE







ટંકારાના રોહીશાળા નજીક વોકળા પાસે બાઇક લેવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

ટંકારાના રોહીશાળા ગામથી દહીસરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ વોકળા પાસે યુવાને બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જો કે, વરસાદના કારણે વોકળામાં પાણી આવી ગયું હોવથી યુવાનનું બાઇક પાણીમાં ડૂબી ગયું હતું જેથી બાઇકને લેવા માટે યુવાન ગયો હતો દરમિયાન તે વોકળાના પાણીમાં તણાઇ જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં ટંકારા તાલુકાના રોહીશાળા ગામે અમરસીભાઈ સવસાણીની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો જાલમસીંગ સુરસિંગ બામણીયા (25) નામનો યુવાન બાઈક લઈને રોહીશાળા ગામ થી દહીસરડા ગામ તરફ જવાના કાચા રસ્તે ઘોઘમનદીના વોકળા પાસે ગયો હતો અને ત્યાં તેને પોતાનું બાઈક પાર્ક કરીને રાખ્યું હતું દરમિયાન ભારે વરસાદના કારણે વોકળામાં પાણી વધારે આવી ગયું હતું અને બાઈક વોકળાના પાણીમાં ડૂબી જતા તે બાઇકને લેવા માટે થઈને જાલમસિંગ વોકળામાં વહેતા પાણીમાં ગયો હતો દરમિયાન પાણીમાં તણાઈ જવાથી તે પાણીમાં ડૂબી ગયો હતો અને તેનું મોત નિપજ્યું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તેના મૃતદેને બહાર કાઢવામાં આવ્યો હતો અને મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારા મારીમાં ઇજા

વાંકાનેર તાલુકાના જાંબુડીયા ગામે રહેતા વનરાજભાઈ કાનાભાઈ કાંજીયા (45) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મહિલા સારવારમાં

હળવદના બુટાવડા ગામે રહેતા હંસાબેન અમરભાઈ પોરડીયા (36) નામના મહિલા બાઇકમાં બેસીને ધાંગધ્રા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં રસ્તામાં બાઇક સ્લીપ થયું હતું જેથી મહિલાને ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News