મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર


SHARE







મોરબીમાં આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર

તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના ઉપક્રમે "આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ-૨૦૨૫ ની ઉજવણીના ભાગરૂપે યોગ શિબિર યોજાઇ હતી.

દેશના  વડાપ્રધાન તેમજ કેન્દ્રીય સહકારીતા મંત્રી દ્વારા આપવામાં આવેલ “સહકારથી સમૃધ્ધિ" સંકલ્પનાને વૈશ્વીક સમર્થન આપતા સંયુક્ત રાષ્ટ્ર (UNO) દ્વારા વર્ષ-૨૦૨૫ ને “આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષ" તરીકે જાહેર કરવામાં આવેલ છે.જેની ઉજવણીના ભાગરૂપે તા.૨૧ જૂન વિશ્વ યોગ દિવસના રોજ ડો.બી.એન.પટેલ, જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓ, મોરબીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા મહિલા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. મોરબી ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ.આ યોગ શિબિરમાં ગુજરાત યોગ બોર્ડના ઈન્સ્ટ્રકટર તરીકે ગુન ભારવાણી તથા શિવાની પુરોહિત દ્વારા યોગાસન, પ્રાણાયામ, મેડિટેશન ગેઈમ દ્વારા હંગામી જીવનમાં સ્ટ્રેસ કોમ્પિટેશન અને ચિંતાથી થતી તકલીફો દુર કરવા દરરોજ શું કરવું જોઈએ ? યોગ-પ્રાણાયામથી આપણુ સ્વાસ્થ્ય સુદ્દઢ બનાવવા શું કરવું જોઈએ ? અને યોગ-પ્રાણાયામ કરીને તંદુરસ્ત જીવન કેમ જીવવું ? તે અંગે તાલીમ, યોગ-પ્રાણાયામના વિવિધ ફાયદા અને અન્ય જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ.આ રાષ્ટ્રવ્યાપી ચળવળનો ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય યોગ પ્રથા, સામાન્ય પ્રજાજન અને સમુદાયોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સુખાકારીને વધારવામાં તેની ભૂમિકા પ્રત્યેની આપણી સહિયારી પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવાનો છે.આ યોગ શિબિરમાં રાહકારી સંસ્થાઓ અને જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓ તથા અન્ય પ્રજાજનો ઉપસ્થિત રહી, યોગ-પ્રાણાયામ અંગેની તાલીમ મેળવવામાં આવી.તેમ સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારએ યાદીમાં જણાવેલ છે.






Latest News