મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી


SHARE













મોરબીની પી.જી.પટેલ કોલેજ-ભારતી વિદ્યયાલયમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

મોરબીની પી.જી.પટેલ કોલેજના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા અને આચાર્ય ડો.રવીન્દ્ર ભટ્ટના નેજા હેઠળ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ઉલેખનીય છે કે, છેલ્લા ૭ વર્ષોથી અવિરતપણે કોલેજના સ્ટાફ અને વિધાર્થીઓ નિયમિત રીતે શિક્ષણ કાર્યની શરૂઆત યોગ સાથે જ કરી રહ્યા છે. જો કે, વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી ત્યારે સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈમ આદ્રોજા, આચાર્ય ડો.રવિન્દ્ર ભટ્ટ તથા સ્ટાફગણ અને એચડીએફસી બેંકના મેનેજર નૈમિષ ભટ્ટ તથા બેંક સ્ટાફ સહિતના હાજર રહ્યા હતા અને મુખ્ય મેહમાન તરીકે દેના બેન્કના નિવૃત અધિકારી હર્ષદભાઈ મણીયાર અને સરકારી શાળાના આચાર્ય રાજુભાઈ વ્યાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિધાર્થીઓને યોગ વિષે માર્ગદર્શન આપ્યું હતું. અને અંતમાં કોલેજ દ્વારા આયોજિત યોગ કસોટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર વિધાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. તો મોરબીની ભારતી વિધાલય શાળામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓએ તેમાં જોડાયા હતા અને વિધાર્થીઓએ રોજે ઘરે પ્રાણાયામ અને સાનુકૂળ હોય તેવા યોગ આસન કરવાનો સંકલ્પ કર્યો હતો. અને યોગ દિવસને ધ્યાને લઈને એક ક્વિઝ કોમ્પિટિશન રાખવામા આવી હતી જેમાં પ્રથમ ક્રમે (જાદવ મિતુષા, બીજા ક્રમે ઉપસરિયા જીત અને અને તૃતીય ક્રમે વાઘેલા ક્રિષ્નાબા વિજેતા બનેલ હતા જેને શાળાના સંચાલક કૌશલભાઈ મહેતાના હસ્તે ઈનામ આપવામાં આવ્યા હતા. અને અંતમાં શાળા પ્રમુખ હિતેશભાઇ મહેતાએ જીવનમાં યોગનું મહત્વ સમજવ્યું હતું.






Latest News