મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીની જિલ્લા કોર્ટના પટાંગણમાં, ગાળા નજીક કારખાનામાં અને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા યોગ દિવસ ઉજવાયો


SHARE







મોરબીની જિલ્લા કોર્ટના પટાંગણમાં, ગાળા નજીક કારખાનામાં અને જૈન જાગૃતિ સેન્ટર દ્વારા યોગ દિવસ ઉજવાયો

11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ઠેરઠેર કરવામાં આવેલ છે ત્યારે મોરબીમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને બહેનોએ સાથે યોગભ્યાસ કર્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જૈન જાગૃતિ લેડીઝ વિંગના પ્રેસિડેન્ટ ખ્યાતિબેન શેઠ અને કમિટીના સભ્યોનો સહકાર મળ્યો હતો. જયારે મોરબી જિલ્લા કોર્ટના કમ્પાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પ્રિન્સિપાલ ડિસ્ટ્રીક્ટ જજ કે.આર.પંડ્યા ખાસ હાજર રહ્યા હતા અને તે ઉપરાંત અન્ય જજ, કોર્ટના કર્મચારીઓ સહિતના હાજર રહ્યા હતા અને યોગા કોચ ચાંદની પટેલ દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઓથોરિટી મોરબીના સેક્રેટરી ડી.એ. પારેખના માર્ગદર્શન યોજાયો હતો. તો મોરબીના ગાળા ગામ પાસે આવેલ કેરોવિટ ગ્લૉબલ પ્રા.લિ. કંપની અને કજારિયા ગ્રુપ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે તમામ કર્મચારીઓ સહિતનાઓ યોગભ્યાસમાં જોડાયા હતા. ત્યારે આરોગ્ય વિભાગના સુપરવાઈઝર દીપકભાઈ વ્યાસ (લાલપર) દ્વારા યોગાસનો, પ્રાણાયામ અને ધ્યાન કરાવવામાં આવ્યું હતું.






Latest News