મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર


SHARE







ધારાસભ્યની જહેમત રંગ લાવી: વાંકાનેરના ઢુવા ગામે વીજ કંપનીનું ફોલ્ટ સેન્ટર મંજૂર

વાંકાનેર તાલુકાની ઢુવા ગ્રામ પંચાયત અને મોરબી સીરામીક એસોસિએશનની રજૂઆતને ધ્યાને લઈને વાંકાનેરના ધારાસભ્ય દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને ઢુવા ફોલ્ટ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે જેથી ધારાસભ્યની જહેમત રંગ લાવી છે.

મોરબી સીરામીક એસોસિએશન અને ઢુવા ગ્રામ પંચાયત સહિતની આસપાસની પંચાયત દ્વારા ગત તા. 23/3/2023 માં વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીને ઢુવા ફોલ્ટ સેન્ટર માટેની રજૂઆત કરવામાં આવી હતી ત્યાર બાદ ધારાસભ્ય દ્વારા તા. 20/6/2023, 13/10/2023 તેમજ 25/2/2024 ના રોજ પત્ર લખીને તેમજ આ બાબતે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને રૂબરૂ રજૂઆત કરેલ હતી જેના ફળ સ્વરૂપે ઉર્જામંત્રી, તેમના સચિવ અને ઉપસચિવ અને પી.જી.વી.સી.એલના પ્રયાસથી ઢુવા ફોલ્ટ સેન્ટર મંજૂર કરવામાં આવ્યું છે. જેથી કરીને વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની જહેમત રંગ લાવી છે






Latest News