સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે મતદારો શોધવા શિક્ષકોને જોતરાયા !


SHARE











મોરબી જીલ્લામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણના ભોગે મતદારો શોધવા શિક્ષકોને જોતરાયા !

મોરબીની સરકારી શાળાના શિક્ષણના ભોગે શિક્ષકોને હાલમાં બી.એલ.ઓ.ની કામગીરી કરવા માટેનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને શિક્ષકોને ઘરે ઘરે ફરી મતદારો શોધવાની કામગીરીમાં જોતરવામાં આવ્યા છે હાલમાં ચૂંટણી માટે આર.ઓ. અને એ.આર.ઓ. તેમજ પર્યાવરણ અને યોગની તાલીમ, મધ્યાહ્નન ભોજન અનાજ વિતરણ વગેરે કાર્યક્રમોમાં શિક્ષકોને રોકવાથી વિદ્યાર્થીઓ સરકારી શાળામાં નોંધારા બની ગયા છે

સમગ્ર રાજ્યની શાળાઓમાં બે વર્ષ બાદ પ્રત્યક્ષ શિક્ષણ કાર્ય હજુ હમણાં જ શરૂ થયું છે વિદ્યાર્થીઓ ભણેલું ભૂલી ગયા છે પહેલુ અને બીજું ધોરણ ભણ્યા વગર વિદ્યાર્થીઓ સીધા ત્રીજા ધોરણમાં પહોંચી ગયા છે માટે આ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય હવે બગડે નહીં. એ માટે સતત અધ્યયન અનુભવો પુરા પાડવા જરૂરી છે પણ હાલ શાળાઓમાં શિક્ષકોની ખુબજ ઘટ છે ત્રણસો વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર બે કે ત્રણ શિક્ષકો જ કામ કરે છે એવી પરિસ્થિતિમાં શિક્ષકોને નવા મતદારોની વિગતો દાખલાઓ, પ્રમાણપત્રો વગેરે પાંચેક પ્રકારના આધારો એકત્ર કરી સ્કેન કરી ગરુડા એપ માં ઓનલાઈન કરવાની જટિલ કામગીરી શિક્ષકોને સોંપવામાં આવેલ હતી, જેમાં શિક્ષકે પોતાના મોબાઈલ વાપરવાના, નેટ પણ શિક્ષકોનું પોતાનું વાપરવાનું અને વળી ગરુડા એપ્લિકેશન ચાલતી ન હોય શિક્ષકો એક એક ફોર્મ ભરવામાં કલાકોના કલાકો શિક્ષણ ભોગે ઓનલાઈન કામગીરી પૂર્ણ કરી છે ત્યાં જ નવો ફતવો આવી ગયો છે કે હવે પહેલી ડિસેમ્બરથી પાંચ ડિસેમ્બર સુધી બી.એલ.ઓ.એ ઘરે ઘરે ફરી મતદારોની નોંધણી કરવી તેમજ સરપંચોની ચૂંટણીમાં પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગણિત વિજ્ઞાન વિષય જેવા કઠિન વિષયો લેતા શિક્ષકોના આર.ઓ. અને એ.આર.ઓ.ના હુકમ કાઢવામાં આવેલ છે.

પ્રાથમિક શિક્ષકોએ આર.ઓ. કે એ.આર.ઓ. કામગીરી સોંપેલ છે આ કામગીરી ખુબજ લાંબી ચાલે તેમ હોય શાળાઓમાં શિક્ષણ કાર્ય સદંતર બંધ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક બાજુ હજુ શાળાઓ શરૂ થઈ છે ત્યાંજ હાલ સ્કૂલ ઇન્સપેક્ટર એસ.આઈ. દ્વારા શાળાઓની મુલાકાતો લઈ અનેકવિધ અટપટી માહિતીઓ ભેગી કરે છે એકમ કસોટીની બુકો એસ.આઈ. દ્વારા ચેક કરવામાં આવે છે ગત સત્રમાં એક એક ધોરણની દશ દશ એકમ કસોટી શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવેલ છે શિક્ષકોની ઘટ હોય શિક્ષણ સિવાયની સો પ્રકારની કસમગીરી શિક્ષકો કરતા હોય સ્વાભાવિક છે કે અમુક કસોટીઓ શિક્ષક દ્વારા ચેક થયેલ ન હોય, પુન:કસીટી લેવાઈ ન હોય, નિદાન કે ઉપચાર કાર્ય થયું ન હોય એવું બની શકે જેના લીધે શાળાનો ગ્રેડ નબળો આવે, શિક્ષણ સિવાયની કામગીરીનો ભોગ વિદ્યાર્થીઓ બને છે આટલી કામગીરી ઓછી હોય એમ વળી પર્યાવરણ વિષય અને યોગ વિષયની તાલીમમાં શિક્ષકોને બોલાવેલ હોય શાળામાં માત્ર એક બે જ શિક્ષક હોય એવો ઘાટ ઘડાયો છે ત્યારે બાળકોના ભાવિનું શું તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે






Latest News