મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી જતાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીના બંધુનગર પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી જતાં ઘવાયેલ યુવાન રાજકોટ ખસેડાયો

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલા બંધુનગર ગામે સિરામિક યુનિટ નજીક આવેલ હોટલ પાસે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી ગયું હતું.જેથી ઈજાગ્રસ્ત થયેલા યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે અને બાદમાં રાજકોટ ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ બંધુનગર ગામે સેન્ટ્રો સીરામીકની પાસે આવેલ ચામુંડા હોટલ નજીક હાઇડ્રોલિક મશીનમાંથી માલસામાન ઉતારતા સમયે હાઇડ્રોલિક મશીન પલ્ટી મારી ગયું હતું જેથી કરીને રમેશભાઈ ભીમજીભાઈ પરમાર નામનો ૩૬ વર્ષીય ખીરઇ તા.રાપર કચ્છનો રહેવાસી યુવાન ઈજાગ્રસ્ત થયો હતો જેથી તેને અહિંની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબી તાલુકાના રામનગર (ખારચીયા) ગામનો રહેવાસી દિનેશ મૂળજીભાઈ સેરશીયા નામના ૪૨ વર્ષીય યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે રસ્તામાં બાઇકની આડે રોજડુ ઉતરતા બાઈક સ્લીપ મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ઇજાઓ થવાથી દિનેશભાઈને અહીંની મારુતિ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામના બહાદુરભાઈ ઉકાભાઇ ઝીંઝુવાડીયા નામના  ૬૯ વર્ષીય આધેડ ગામમાંથી વાડીએ જતા હતા ત્યારે રસ્તામાં તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત બહાદુરભાઇ ઝીંઝુવાડીયાને આયુષ હોસ્પિટલે સીરવારમાં ખસેડાયા હતા. તેમજ મોરબીના જાંબુડીયા ગામે રહેતા ગીરીશભાઈ રાઠોડ નામના ૫૨ વર્ષીય આધેડને રફાળેશ્વર પાસે અકસ્માતે ઇજા થતા તેઓને સારવાર માટે સમર્પણ હોસ્પિટલે લવાયા હતા.

વૃદ્ધ સારવારમાં

ટંકારાના મોટા રામપર ગામે રહેતા રામજીભાઈ ચકુભાઈ રાણવા નામના ૬૦ વર્ષીય વૃદ્ધને ઝેરી જનાવર કરડી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યારે મોરબી નાની વાવડી ગામે રહેતો વિવેક ઉમેશભાઈ સોલંકી નામનો યુવાન કોઈ કારણોસર ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલે ખસેડાયો હતો જ્યારે મોરબીના રહેવાસી રહીમભાઈ વલીમામદભાઈ વીરમાણીને ઇજાઓ થતા તેમને સારવાર માટે આયુષ હોસ્પિટલે લવાયા હોય તાલુકા પોલીસ મથકના મનિષભાઇ બારૈયાએ આગળની તપાસ હાથ ધરી છે.






Latest News