મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને ઈકો ગાડીના હપ્તા ભરવાની ચિંતામાં મોરબી નજીક ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

વાંકાનેરના નવી રાતીદેવડી ગામે રહેતા યુવાને હપ્તે ઈકો ગાડી લીધી હતી અને તે ઇકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાની ચિંતામાં તેણે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ કારખાના તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમમાં ખસેડાયો હતો અને આ બનાવની મૃતક યુવાનના પિતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના નવી રાતીદેવડી ગામે રહેતા રાહુલભાઈ અશોકભાઈ વિકાણી (18) નામના યુવાને મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ મોનલ કારખાના તરફ જવાના કાચા રસ્તાની બાજુમાં આવેલ બાવળની કાંટમાં બાવળની ડાળી સાથે દોરી બાંધીને પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહ પીએમ માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પિતા અશોકભાઈ પુનાભાઈ વિકાણી (46) રહે. નવી રાતીદેવડી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં આ બનાવની આગળની તપાસ એન.એસ.મેસવાણિયા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે મૃતક યુવાને હપ્તેથી ઇકો ગાડી લીધી હતી અને તે ઈકો ગાડીનો અગાઉ વાંકાનેર શહેરી વિસ્તારમાં અકસ્માત થયો હતો અને તે બાબતે તેની સામે ગુનો પણ નોંધાયેલ હતો અને ગાડી ટોટલ લોસ થઈ ગયેલ હતી બીજી બાજુ ઈકો ગાડીના હપ્તા ચડી ગયા હતા અને હપ્તા ભરવાનું ટેન્શન હતું જેથી તેણે આર્થિક મૂંઝવણના કારણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જેની પોલીસે નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News